Ahmedabad : અરેરે...અબોલ જીવને આવી આકરી સજા! શું છે વાયરલ વીડિયોની હકીકત?
ગજરાજને માર મારવા મુદ્દે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ગજરાજને માર મારવા મુદ્દે હું તપાસ કરાવી રહ્યો છું.
Advertisement
ગજરાજને માર મારવા મુદ્દે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રીએ નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ જણાવ્યું હતું કે, મને રાત્રે 8 વાગ્યે ગાયકવાડ હવેલીથી ફોન આવ્યો હતો. પીઆઈએ મને વીડિયો મોકલ્યો હતો. હાથી ખાનામાં હાથી બાંધતા હોય છે. હાથી રાજસ્થાનથી આવ્યો છે. રથયાત્રામાં ભાગ લેવા આવ્યો હતો.હાથી અને મહાવત બહારનો છે. હું તપાસ કરાવી રહ્યો છું કે મહાવત ક્યાં છે. વીડિયોમાં જે છે અમે શોધી રહ્યા છીએ.
Advertisement


