કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇડીઆઇઆઈમાં યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તથા નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં તેમજ બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે જાહેર થવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યા હતા.કેન્દ્રીય રેલવે મંત્રી, સં
કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇડીઆઇઆઈમાં યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તથા નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં તેમજ બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે જાહેર થવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રીય રેલવે મંત્રી, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પ્રિન્સિપલ સેક્રેટરી એસ જે હૈદર અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણના હાઈ કમિશનર, આઇએએસ નાગરાજન સાથે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)માં યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અશ્વિની વૈષ્ણવે નવા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં બેસ્ટ પરફોરન્મન્સ સ્ટેટ તરીકે બહાર આવવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યાં હતાં.
તેમણે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ્સ માટેની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘મેડ ઇન ઇન્ડિયા’, ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટેન્ડઅપ ઇન ઇન્ડિયા’ અને આ પ્રકારની ઘણી સર્વ સમાવેશક નીતિઓ પ્રસ્તુત કરી છે, જેણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપ્યો છે. રાજ્યો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે અને ગુજરાતે સફળ સ્ટાર્ટઅપ્સ વિકસાવીને, કોર્પોરેટ વહીવટ વધારીને, કામગીરીનું વિસ્તરણ કરીને, ફંડિંગ ગેપ્સ દૂર કરીને અને મજબૂત બ્રાન્ડ સ્થાપિત કરવા પર ભાર મૂકીને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી હતી.”
પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પણ સ્ટાર્ટઅપ્સ સાથે જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઉપરાંત દેશમાં 370 સ્ટેશનનુ રીડેવલપમેન્ટ નું આયોજન છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સોમનાથ દેશના સૌથી મોટા શહેરોના સ્ટેશનોનું પુનઃ નિર્માણનો ટાર્ગેટ છે. ઇનસેન્ટિવ સેમિકન્ડક્ટર સ્કીમમાં ડિઝાઇન લેડ, ટેલિકોમ લેડ મેન્યુફેક્ચરિંગ માં છે. બુલેટ ટ્રેન બાબતે તેમણે જણાવ્યુ કે બુલેટ ટ્રેન માટે હાલ 70 કિલોમીટર પિલર્સ બની ચુક્યા છે. મહારાષ્ટ્ર માં પહેલાની સરકાર હતી તેના કારણે પ્રોબ્લેમ આવતા હતા હવે ત્યાં સરકાર બદલાઈ છે હવે કામ આગળ વધશે. આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સ જેવી કોઈ વાત ન હતી એ સમયે માંડ 3 થી 4 સ્ટાર્ટઅપ્સ હતા આજે 73 હજાર સ્ટાર્ટઅપ્સ છે.
ઉદ્યોગસાહસિકતાની ભૂમિકા પર ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “આ આપણા બધા ગર્વની વાત છે કે, ગુજરાત નવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો માટે મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે બહાર આવ્યું છે. ભારતમાં પુષ્કળ તકો છે અને અત્યારે યુવાનોએ આ તક ઝડપવી જોઈએ.
ઇડીઆઇઆઈ દ્વારા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન પણ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર, સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ)માં ઇન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટઅપ્સના વિચારો અને નવીન કામગીરીને દર્શાવવામાં આવી છે. સહભાગીઓએ સરકારી યોજનાઓમાંથી નાણાકીય સહાય માટેની, તેમના વિચારો રજૂ કરવાની અને ઉદ્યોગસાહસિકતા વિશે શીખવાની તકોની ચર્ચા કરી હતી.
વિવિધ ક્ષેત્રોમાંથી સન્માનિત 5 વિકસતા સ્ટાર્ટઅપ્સ
IOTA ડિઝાઇન એન્ડ ઇનોવેશન્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ (બાયોટેક)
IOTA ડિઝાઇન એન્ડ ઇનોવેશન્સ લેબ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય માટે હેલ્થકેર/ફાર્માસ્યુટિકલ્સ, પર્યાવરણ અને અક્ષય ઊર્જાના વિઝન સાથે થઈ છે. IOTA બ્લડ માઇક્રો સેમ્પ્લિંગ ડિવાઇઝ અને સ્કીન ટિશ્યૂ માટે મલ્ટિસ્કેલ સ્કાફોલ્ડ પર કામ કરે છે, જેનું વિઝન દરેક માટે વાજબી અને સુલભ હેલ્થકેર સોલ્યુશન વિકસાવવાનું છે.
નીરેઇન પ્રાઇવેટ લિમિટેડ (રેઇનવોટર હાર્વેસ્ટિંગ)
નીરેઇન ગુજરાત સરકારનું પીઠબળ ધરાવતું, ભારત સરકારની માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ છે, જેને આઇ-હબ અને ક્રેડલનું પ્રોત્સાહન પ્રાપ્ત છે. આ સામાન્ય નાગરિક માટે પાણીનો સંચય કરે છે. 2000+ ઇન્સ્ટોલેશન સાથે નીરેઇનએ સમગ્ર ભારત, એશિયા, આફ્રિકા અને અમેરિકામાં બે વર્ષમાં 100+ ઘરોમાં 30 કરોડ લિટર પાણીની બચત કરી છે. નીરેઇનનો ઉદ્દેશ આપણા ઘરોને તેમના સંકુલોમાં વરસાદના પાણીનો સંચય કરવા સરળ, અસરકારક અને વાજબી ઉત્પાદનો પ્રદાન કરવા સક્ષમ બનાવવાનો છે.
D3S હેલ્થકેર ટેકનોલોજીસ (હેલ્થકેર | મેડિકલ ડિવાઇઝ)
D3S હેલ્થકેર ટેકનોલોજીસ સ્તન કેન્સરનું નિદાન કરવા સારાં ઉત્પાદનો, સેવાઓ અને સલાહ, અપવાદરૂપ સેવા અને સકારાત્મક ટીમ જુસ્સાને લઈને ઉત્સાહી છે. એનો મંત્ર છે – લાખો લોકોનું જીવન બચાવવા એક અબજ લોકોનું પરીક્ષણ કરવું. બીઆર-સ્કેન લાઇટ ડિવાઇઝ મહિલાઓ માટે એક પ્રકારનું નવું હેલ્થ અને વેલબીઇંગ પ્રોડક્ટ્સ પૈકીની એક છે. આ ઘરે સ્તન કેન્સર અને સ્તનમાં ચોક્કસ પ્રકારની અસામાન્યતાનું નિદાન કરવા માટે વિશિષ્ટ સંશોધનો પૈકીનું એક છે.
ફ્રીડમ વ્હીલ્સ એન્ટરપ્રાઇઝીસ (‘દિવ્યાંગ’ માટે સ્વતંત્ર મોબિલિટી સોલ્યુશન)
ભારતની સૌથી વાજબી મોટરાઇઝ વ્હિલચેર, જેમાં દિવ્યાંગ/લોકોમોટર દિવ્યાંગ/દિવ્યાંગ વ્યક્તિ/શારીરિક પડકાર ધરાવતા લોકો, સારસંભાળ અને પુનર્વસનની જરૂરિયાત ધરાવતા નાગરિકોના જૂથ માટે સમગ્ર ભારતમાં વોરન્ટી, પાર્ટ્સ અને સર્વિસ સપોર્ટ સામેલ છે.
ઇવી ઇન્ડિયા [ઇવી (ઓટોમોટિવ)]
ઇવી ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર-આધારિત (ઇવીના માલિકો), સમુદાય-સંચાલિત, સામાજિક-વાણિજ્યિક પ્લેટફોર્મ છે. ફિઝિકલ માર્કેટપ્લેસ સાથે સંયુક્તપણે મોડલ ઇવીના સંભવિત ગ્રાહકોને સંશોધન અને ખરીદીનો સંપૂર્ણ અને વિશિષ્ટ અનુભવ આપે છે. અમે ઇવી માલિકોના અમારા સમુદાયને ઇવીની માલિકીની ખરીદીનો કોઈ પણ પ્રકારના સમાધાન કર્યા વિના અનુભવ આપવા કામ કરીએ છીએ.