Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેર બજારમાં તેજી યથાવત, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સોમવારે ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 545.25 પોઈન્ટ અથવા 0.95 ટકાના વધારા સાથે 58,115.50 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 181.80 પોઈન્ટ અથવા 1.06 ટકાના વધારા સાથે 17,340.05 ના સ્તર પર બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસમાં માત્ર ફાર્મા સેક્ટરમાં જ વેચવાલીનો દબદબો રહ્યો છà
શેર બજારમાં તેજી યથાવત  સેન્સેક્સ નિફ્ટી લીલા નિશાન પર બંધ
Advertisement
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સોમવારે ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 545.25 પોઈન્ટ અથવા 0.95 ટકાના વધારા સાથે 58,115.50 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 181.80 પોઈન્ટ અથવા 1.06 ટકાના વધારા સાથે 17,340.05 ના સ્તર પર બંધ થયો હતો.
 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસમાં માત્ર ફાર્મા સેક્ટરમાં જ વેચવાલીનો દબદબો રહ્યો છે. આ સિવાય નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 6 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આ સિવાય તમામ કંપનીઓના શેર જોરદાર બંધ થયા છે. આજે સન ફાર્મા ટોપ લૂઝર રહી છે. આ સિવાય HUL, IndusInd Bank, Nestle India, Asian Paints અને TCSના શેર પણ વેચાઈ રહ્યા છે.
જો આજના તેજીવાળા શેરની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર્સ ટોપ ગેઇનર રહ્યા છે. M&M શેરોમાં 6 ટકાનો વધારો થયો છે. ઉપરાંત પાવર ગ્રીડ, એનટીપીસી, રિલાયન્સ, ભારતી એરટેલ, કોટક બેંક, મારુતિ, આઈટીસી, વિપ્રો, એસબીઆઈ, ટાઈટન, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ડો રેડ્ડીઝ, એલટી, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા એચડીએફસી અને ઈન્ફોસીસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે.
Tags :
Advertisement

.

×