સેન્સેક્સે ગુમાવી 57,000ની સપાટી, ઘટાડા સાથે માર્કેટની શરૂઆત
ગઈકાલના સારા ટ્રેડિંગ બાદ આજે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારની શરૂઆત લાલ નિશાનથી થઈ છે. અમેરિકી બજારોમાં ગઈકાલના ઘટાડાની અસર સાથે એશિયન બજારોની નબળાઈની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં, BSE સેન્સેક્સ 372.93 પોઈન્ટ્સ 0.65 ટકાના ઘટાડા પછી 56,983.68ની સપાટીએ ખુલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 127.45 પોઈન્ટ્સ 0.74 ટકાના ઘટાડા બાદ 17,073.35ની
Advertisement
ગઈકાલના સારા ટ્રેડિંગ બાદ આજે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારની શરૂઆત લાલ નિશાનથી થઈ છે. અમેરિકી બજારોમાં ગઈકાલના ઘટાડાની અસર સાથે એશિયન બજારોની નબળાઈની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.
આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં, BSE સેન્સેક્સ 372.93 પોઈન્ટ્સ 0.65 ટકાના ઘટાડા પછી 56,983.68ની સપાટીએ ખુલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 127.45 પોઈન્ટ્સ 0.74 ટકાના ઘટાડા બાદ 17,073.35ની સપાટીએ ખુલ્યો હતો.
નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 9 શેરમાં જ તેજી છે અને બાકીના 41 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજે બેંક નિફ્ટી ફરી ડાઉન થયો છે. બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં 300 પોઈન્ટ 0.82 ટકાના ઘટાડા સાથે 36,105ની સપાટીએ ટ્રેડિંગ કરી રહ્યો હતો.
વધતા શેરો પર નજર કરવામાં આવે તો અદાણી પોર્ટ્સ 1.41 ટકા અને HDFC લાઇફના શેરમાં 1.21 ટકાનો ઉછાળો જોવા મળે છે. NTPC 0.76 ટકા અને હિન્દાલ્કોમાં 0.70 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 0.25%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીના ઘટતા શેરમાં બજાજ ફાઇનાન્સ 4.37 ટકા અને બજાજ ફિનસર્વ 2.14 ટકાનો ઘટાડો થયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.50 ટકાના ઘટાડા પર છે અને ઈન્ફોસિસ 1.45 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) 1.40 ટકા નીચે છે.
આજના કારોબારમાં રૂપિયાની શરૂઆત પણ નબળી થઈ છે અને તે 9 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો છે. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 76.67 પર ખુલ્યો છે, જ્યારે ગત સાંજે રૂપિયો 76.58 પર બંધ થયો હતો.


