સુરતના ઓલપાડમાં તોફાની વાવાઝોડું, લગ્નપ્રસંગમાં મચી અફરાતફરી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વહેલી સવારે એક તોફાની વાવાઝોડું ફૂંકાતા લોકોમાં દહેશતનું માહોલ સર્જાયો હતો. આ વચ્ચે મૂળદ ગામ નજીક વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાતાં તણખાઓ ઉડ્યા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
Advertisement
Surat : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વહેલી સવારે એક તોફાની વાવાઝોડું ફૂંકાતા લોકોમાં દહેશતનું માહોલ સર્જાયો હતો. આ વચ્ચે મૂળદ ગામ નજીક વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાતાં તણખાઓ ઉડ્યા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. સૌથી વધુ અસર પ્રભુનગર વિસ્તારમાં જોવા મળી, જ્યાં એક લગ્નમંડપ અને ખુરશીઓ ભારે પવનમાં ઉડી ગઇ. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે તે ફક્ત 10થી 20 મિનિટ ચાલ્યું હોવા છતાં લોકોએ ઘરમાં શરણ લેવી પડી. લગ્નપ્રસંગમાં ઉપસ્થિત મહેમાનો તોફાની દૃશ્ય જોઈને ગભરાઈ ગયા અને હાલાકીનો સામનો કર્યો. આ અચાનક આવેલા કુદરતી તોફાને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ ઉભું કર્યું હતું.
Advertisement


