વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો
વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય અને બી.આર.એસ. કોલેજમાં ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે
Advertisement
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો
- VNSGUની કોલેજમાં ભરતીને લઈ યુવરાજસિંહનો આરોપ
- યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ
- "વન સેવા મહાવિદ્યાલય, બી.આર.એસ કોલેજમાં ભરતીમાં ગેરરીતિ"
- "સિનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારને 210માંથી 210 માર્ક મળ્યા"
- "63 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ જેમાં 32 ઉમેદવારોએ પરીક્ષા આપી"
- "ધરમપુરના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર ભ્રષ્ટાચારથી નોકરી મેળવી"
વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય અને બી.આર.એસ. કોલેજમાં ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે સિનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ છે, જ્યાં એક ઉમેદવારને આશ્ચર્યજનક રીતે 210 માંથી 210 માર્ક મળ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, આ ભરતી માટે કુલ 63 ઉમેદવારોએ અરજી કરી હતી, પરંતુ માત્ર 32 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વધુમાં, યુવરાજસિંહ જાડેજાના દાવા મુજબ, ધરમપુરના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના પુત્રને ભ્રષ્ટાચાર દ્વારા નોકરી અપાઈ છે. યુનિવર્સિટીમાં આવી ગેરરીતિઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
Advertisement
Advertisement


