તાલિબાની લડાકુઓ દ્વારા મહિલાઓ પર આવા વિચિત્ર નિયંત્રણો લાદવામાં આવ્યા છે..
હજુ ગત 7 મે ના રોજ તાલીબાને વધુ એક ફતવો બહાર પાડ્યો. જેમાં મહિલાઓ માટે જાહેર સ્થળ પર બુરખો ફરજિયાત બનાવ્યો. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે મહિલાઓ રસ્તા પર ઉતરી પરંતુ ફાયરિંગની ચેતવણી બાદ મહિલાઓ પરત ફરી હતી. તાલિબાની લડાકુઓ કપડાની દુકાનો સુદ્ધામાં ચેકિંગ કરે છે કે અને એ વાત સુનિશ્ચિત કરે છે કે ત્યાં મહિલાઓનું સમગ્ર શરીર ઢંકાય તેવા જ કપડા વેચવામાં આવતા હોય. તાલિબાની શાસનને 9 માસ
Advertisement
હજુ ગત 7 મે ના રોજ તાલીબાને વધુ એક ફતવો બહાર પાડ્યો. જેમાં મહિલાઓ માટે જાહેર સ્થળ પર બુરખો ફરજિયાત બનાવ્યો. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે મહિલાઓ રસ્તા પર ઉતરી પરંતુ ફાયરિંગની ચેતવણી બાદ મહિલાઓ પરત ફરી હતી. તાલિબાની લડાકુઓ કપડાની દુકાનો સુદ્ધામાં ચેકિંગ કરે છે કે અને એ વાત સુનિશ્ચિત કરે છે કે ત્યાં મહિલાઓનું સમગ્ર શરીર ઢંકાય તેવા જ કપડા વેચવામાં આવતા હોય.
- તાલિબાની શાસનને 9 માસ પૂર્ણ
- 7મી મેના રોજ આપ્યો હતો વધુ એક ફતવો
- જાહેર સ્થળો પર મહિલાઓ માટે બુરખો બનાવ્યો ફરજિયાત
- બુરખો પહેર્યા વગર મહિલા ઘરની બહાર ન નીકળી શકે
- પિતા અથવા પુરુષ સંબંધીને કરવામાં આવશે સજા
- મહિલા નોકરી કરતી હશે તો નોકરીમાંથી કાઢી મુકાશે
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને નવ મહિના પૂર્ણ થયા છે. હજુ ગત 7મી મેના રોજ તાલિબાને એવું ફરમાન જારી કર્યુ હતું કે મહિલાઓએ જાહેર સ્થળોએ બુરખો પહેરવો ફરજિયાત છે. આદેશનું પાલન ન કરનાર માટે સજા પણ નક્કી કરવામાં આવી.
તાલિબાન સરકારના આદેશ અનુસાર મહિલાઓ બુરખો પહેર્યા વિના ઘરની બહાર નીકળી નહી શકે. જો તે આ આદેશનું પાલન નહીં કરે તો તેમના પિતા અથવા પુરુષ સંબંધીને સજા કરવામાં આવશે. તેમને કેદ થઈ શકે છે. જો મહિલા નોકરી કરતી હશે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.
- વિરોધ કરનાર મહિલાઓને ફાયરિંગની ધમકી
- ગોળી મારી દેવાની ધમકી બાદ મહિલાઓ પરત ફરી
આ ફરમાનને લઈને અફઘાનિસ્તાનની મહિલાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.. મહિલા અધિકાર સાથે જોડાયેલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, પરંતુ તેમને ગોળી મારી દેવાની ધમકી આપતા તેઓ પરત ફરી ગયા હતા..
- કપડાની દુકાનો પર તપાસ કરે છે તાલિબાની લડાકુઓ
- દુકાનદાર કેવા કપડા વેચે છે તેની કરે છે તપાસ
- દરજીઓને પણ લાંબા કપડા સિવવા માટે આદેશ
- શરીરનો કોઇ ભાગ ન દેખાય તેવા કપડા માટે સ્પષ્ટ સૂચના
આ આદેશ પર મહિલાઓએ તેમની અગ્નિપરીક્ષા વર્ણવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે આ ખુબજ નિરાશ કરનારુ છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં બુરખો પહેરવાનું કહેવામાં આવે છે. કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે સ્થિતિ 1990 કરતા પણ ખરાબ છે. તાલિબાનીઓ કપડાની દુકાનોમાં જાય છે. અને તપાસ કરે છે કે દુકાનદાર કેવા કપડા વેચે છે. કપડાનું કદ શું છે. દરજીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે મહિલાઓના કપડા કોઇપણ કિંમતે મોટા હોવા જોઇએ.. જેમાં મહિલાના શરીરનો કોઇપણ ભાગ દેખાવો ન જોઇએ. કેટલાક લોકો આને અફઘાન મહિલાઓ માટે સદીનો સૌથી મુશ્કેલ તબક્કો ગણાવી રહ્યા છે. તેઓ અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહી છે. તેમને સ્ત્રી હોવું એક પ્રકારના ગુનાનો અહેસાસ કરાવે છે. જે મહિલાઓ કાયદાનો વિરોધ કરવાની હિંમત કરે તેમને ખુલ્લી ચેતવણી અપાય છે કે તેમના પર 30 રાઉન્ડ ફાયરિંગ થશે.
- તાલિબાની લડાકુઓ છોકરીઓને લઇ જાય છે
- બળજબરીથી તેમની સાથે લગ્ન અને બળાત્કાર
- વિરોધ કરવા પર ગોળી મારી દેવામાં આવે છે
અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફની રહેવાસી એક મહિલાએ એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તાલિબાન લડવૈયા છોકરીઓને લઈ જાય છે. બળજબરીથી લગ્ન કરે છે. બળાત્કાર બાદ છોડી દે છે. અને જો કોઈ તેમની વિરુદ્ધ બોલે તો તેને ગોળી મારી દેવામાં આવે છે.
મહિલાઓનું કહેવું છે કે તાલિબાને છેલ્લા નવ મહિનામાં મહિલાઓ માટે પ્રતિબંધો લાદવા સિવાય કંઈ કર્યું નથી."
મહિલાઓ પર કયા નિયંત્રણો લાદવામાં આવ્યા છે?
- મહિલાઓ 72 કિલોમીટરથી દૂર જાય તો તેમની સાથે નજીકના સંબંધીઓ હોવા જરૂરી છે. જો કોઈ સંબંધી ન હોય તો સ્ત્રી એકલી જઈ શકતી નથી.
- અનેક પ્રકારની સરકારી નોકરીઓમાં મહિલાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
- છોકરીઓ હિજાબ વગર શાળાએ જઈ શકતી નથી.
- છોકરાઓ અને છોકરીઓ એક જ કોલેજમાં ભણશે નહીં.
- છોકરીઓ કોફી શોપમાં જઈ શકતી નથી.
- મહિલાઓને રમતગમતમાં ભાગ લેવાની મનાઈ છે.


