Ahmedabad માં Corona Virus ના કેસમાં અચાનક ધરખમ વધારો, કોરોનાના વેરિએન્ટ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે, જેના કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 31 સુધી પહોંચી ગઈ છે.
Advertisement
Ahmedabad Covid 19 Case : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે, જેના કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 31 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કુલ 80 ટકા કેસ એકલા અમદાવાદથી નોંધાયા છે, જે રાજ્યની વિકટ સ્થિતિને દર્શાવે છે. મે મહિનામાં અત્યાર સુધીમાં 38 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 31 હજુ સારવાર હેઠળ છે. જૂઓ અહેવાલ...
Advertisement


