Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝેલેન્સકીને મળવા અચાનક જ અમેરિકન ડેલિગેશ યુક્રેન પહોંચ્યું અને કહ્યું...

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને આજે 80 દિવસ થયાં ત્યારે યુએસ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના નેતા મિચ મેકકોનેલ સહિત સેનેટ મેમ્બરોએ અચાનક યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કિવમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન સાથે અમેરિકાની એકતા વ્યક્ત કરી હતી. મેકકોનેલ યુક્રેનથી રવાના થયાં પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. જ્યાં સુધી યુક્રેન આ યુદ્
ઝેલેન્સકીને મળવા અચાનક જ અમેરિકન ડેલિગેશ યુક્રેન પહોંચ્યું અને કહ્યું
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને આજે 80 દિવસ થયાં ત્યારે યુએસ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના નેતા મિચ મેકકોનેલ સહિત સેનેટ મેમ્બરોએ અચાનક યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કિવમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન સાથે અમેરિકાની એકતા વ્યક્ત કરી હતી. મેકકોનેલ યુક્રેનથી રવાના થયાં પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. જ્યાં સુધી યુક્રેન આ યુદ્ધ નહીં જીતે ત્યાં સુધી અમેરિકાનું સમર્થન રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનની સાથે મજબૂત રીતે ઊભું રહેશે. 
ઝેલેન્સકીના ટેલિગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં  મેકકોનેલ, સુસાન કોલિન્સ, જોન બ્રાસો અને જ્હોન કોર્નિન રાજધાની કિવમાં મુલાકાત કરતાં જોવા મળે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ તેમની ટેલિગ્રામ પોસ્ટમાં આ મુલાકાતને યુએસ કોંગ્રેસ અને નાગરિકો તરફથી યુક્રેન માટે સમર્થનના મજબૂત સંકેત તરીકે વર્ણવ્યું હતું. ત્યાર બાદ ઝેલેન્સકી રાત્રે એક વિડિયો સંબોધનમાં કહ્યું, ‘હું માનું છું કે યુએસ ડેલિગેશનની આ મુલાકાત અમેરિકન લોકો અને યુક્રેન વચ્ચેના મજબૂત સંબંધોને સાબિત કરે છે.’ 
યુએસ ડેલિગેશનની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે સેનેટ યુક્રેન માટે લગભગ $40 બિલિયનના પેકેજને મંજૂરી આપવા પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઉચ્ચ સ્તરીય યુએસ કોંગ્રેસના ધારાસભ્યની યુક્રેનની આ બીજી મુલાકાત છે.
અગાઉ પણ સંસદ અધ્યક્ષ સ્પીકર નેન્સી પેલોસી 1 મેના રોજ ડેલિગેશનઓ સાથે યુક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે ઝેલેન્સકીને વચન આપ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ ખતમ નહીં થાય ત્યાં સુધી અમેરિકા તેમની સાથે રહેશે. ફર્સ્ટ લેડી જીલ બિડેન મધર્સ ડે પર ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલેન્સ્કાને મળવા યુક્રેનની યાત્રા કરી હતી.
Tags :
Advertisement

.

×