ટુંક સમયમાં જ કોવિશિલ્ડના પૂરતા ડોઝ ઉપલબ્ધ બનશે, AMCના હેલ્થ વિભાગે આપી ખાતરી
કોવિશિલ્ડ વેક્સિનની અછતથી રસી વાંચ્છુંકોને હાલ બુસ્ટર ડોઝથી વંચિત રહેવું પડી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે ટૂંક સમય માં જ આ વેક્સીનના પૂરતા ડોઝ લોકોને મળી રહેશે.મહત્વપૂર્ણ છે કે હાલ અમદાવાદના અનેક અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિશિલ્ડ રસીની અછત પ્રવર્તી રહી છે, જેને કારણે બુસ્ટ
Advertisement
કોવિશિલ્ડ વેક્સિનની અછતથી રસી વાંચ્છુંકોને હાલ બુસ્ટર ડોઝથી વંચિત રહેવું પડી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે ટૂંક સમય માં જ આ વેક્સીનના પૂરતા ડોઝ લોકોને મળી રહેશે.મહત્વપૂર્ણ છે કે હાલ અમદાવાદના અનેક અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિશિલ્ડ રસીની અછત પ્રવર્તી રહી છે, જેને કારણે બુસ્ટર ડોઝ લેવા આવતા અનેક લોકોને રસી લીધા વગર જ પાછુ ફરવું પડી રહ્યું છે.
ખાસ કરીને ચીનમાં જે રીતે કોરોનાના કેસો વધ્યા છે..તેણે ભારતમાં લોકોને સતર્ક કરી દીધા છે.. અને જે લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી તે લોકો બુસ્ટર ડોઝ લેવા માટે અર્બન હેલ્થ સેન્ટર પહોંચી રહ્યા છે.. પરંતું રસીની અછતને કારણે તેમને નિરાશ થઇને પાછુ ફરવું પડી રહ્યુ છે. અમદાવાદ શહેર માં માત્ર 23 ટકા લોકો ને પ્રિકોશન ડોઝ લીધો છે...જો કે હવે આરોગ્ય વિભાગે ટુંક સમયમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ થશે તેવી ખાતરી આપતા લોકોને રાહત મળી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અનેક અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાની રસી ઉપલબ્ધ નહીં, લોકોને ખાવો પડી રહ્યો છે ધરમ ધક્કો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


