ચંદીગઢ યુનિવર્સીટીની 8 વિદ્યાર્થીનીઓનો આત્મહત્યાનો પ્રયાસ
પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાત્રે એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ નહાતી હોવાનો વિડીયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો. આ વિડીયો વાયરલ થતાં હોસ્ટેલની 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાનાના પગલે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાà
Advertisement
પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાત્રે એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ નહાતી હોવાનો વિડીયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો. આ વિડીયો વાયરલ થતાં હોસ્ટેલની 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાનાના પગલે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
શનિવારે મોડી રાત્રે મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો. રાત્રે 2.30 વાગ્યે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ અન્ય 60 વિદ્યાર્થીનીઓનો નહાતી વખતે વિડીયો રેકોર્ડ કર્યો હતો. વિદ્યાર્થીની આ વિડીયો એક યુવકને મોકલતી હતી અને તે યુવક વિડીયો ઇન્ટરનેટ પર અપલોડ કરતો હતો.
યુનિવર્સિટીની સામે વિદ્યાર્થીઓએ રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો. અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. આરોપી વિદ્યાર્થીનીની ઓળખ થઈ ગઈ છે. હોસ્ટેલમાં યુનિવર્સિટી પ્રશાસને અન્ય વિદ્યાર્થીનીઓની સામે તેની પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી પ્રશાસનની પૂછપરછમાં જણાવ્યું કે તે ઘણા સમયથી વિદ્યાર્થિનીઓનો વિડીયો બનાવી રહી હતી અને શિમલાના યુવકને મોકલતી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી એકની અટકાયત કરી હતી.
આ બનાવમાં 60 વિદ્યાર્થીનીઓના એમએમએસ બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે હોસ્ટેલમાં રહેતી 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકી એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
વિદ્યાર્થીઓએ ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર મામલાને દબાવવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓએ આ ઘટના અંગે યુનિવર્સિટી મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો અને તેઓ મોડી રાત્રે યુનિવર્સિટી પહોંચ્યા હતા.


