Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'રામ સેતુ' પર 26 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનવણી

26 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરશે. સ્વામી તરફથી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ આ મુદ્દો લાંબા સમયથી પેન્ડિંગ છે અને તેની તાત્કાલિક સુનાવણીની જરૂર છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને 'રામ સેતુ'ને રાષ્ટ્રીય ધરોહર àª
 રામ સેતુ  પર 26 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનવણી
Advertisement
26 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરશે. સ્વામી તરફથી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ આ મુદ્દો લાંબા સમયથી પેન્ડિંગ છે અને તેની તાત્કાલિક સુનાવણીની જરૂર છે. 
અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને 'રામ સેતુ'ને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે 'રામ સેતુ'ને હેરિટેજ જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી માટે 26 જુલાઈની તારીખ નક્કી કરી છે. ચીફ જસ્ટિસ એન.વી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની નોંધ લીધી હતી, જેમાં સુનાવણી માટે આ મામલાની તાત્કાલિક સૂચિની માંગ કરવામાં આવી હતી.
રામસેતુએ તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે પમ્બન ટાપુ અને મન્નાર દ્વીપ વચ્ચેની સાંકળ છે. રામ સેતુને આદમનો સેતુ પણ કહેવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે રામ સેતુ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ અને રામ સેતુ વિશે જણાવ્યું હતું. સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે સમુદ્રમાં જહાજોની અવરજવરને સરળ બનાવવા માટે પ્રસ્તાવિત સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ માટે રામ સેતુને કોઈ નુકસાન થશે નહીં. સરકાર આ પ્રોજેક્ટ માટે અન્ય વૈકલ્પિક માર્ગની શોધ કરશે. આ કેસમાં, બીજેપી નેતા સ્વામીએ કહ્યું છે કે તેઓ ટ્રાયલના પ્રથમ રાઉન્ડમાં જીતી ગયા છે, જેમાં કેન્દ્રએ રામ સેતુના અસ્તિત્વને સ્વીકાર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ માંગ પર વિચાર કરવા માટે સંબંધિત કેન્દ્રીય મંત્રીએ 2017 માં એક બેઠક બોલાવી હતી, પરંતુ તે પછી આ મુદ્દે  કંઈ થયું નહીં.
સ્વામીએ વિવાદાસ્પદ સેતુસમુદ્રમ પ્રોજેક્ટ સામેની તેમની પીઆઈએલમાં રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક  જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સ્વામીએ તેમની અરજીમાં સુપ્રીમ કોર્ટને આદેશ પસાર કરવા અને રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ સાથે રામ સેતુને રાષ્ટ્રીય મહત્વના પ્રાચીન સ્મારક તરીકે જાહેર કરવા વિનંતી કરી છે.
Tags :
Advertisement

.

×