જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, સુનાવણી થશે
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. જો કે આ સંદર્ભની અરજી પર સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને બાદમાં સુનાવણી કરવામાં આવશે. અંજુમન ઇતજામીયા મસ્જિદ કમિટીની તરફથી અરજી અંગે ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ કહ્યું કે આ મામલા અંગે અમારી પાસે કોઇ જાણકારી નથી. અને આ મામલાની લિસ્ટીંગ કરી શકીએ છીએ. એવામાં અમે તત્કાળ આદેશ કેવી રીતે આપી શકીએ.
Advertisement
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. જો કે આ સંદર્ભની અરજી પર સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને બાદમાં સુનાવણી કરવામાં આવશે.
અંજુમન ઇતજામીયા મસ્જિદ કમિટીની તરફથી અરજી અંગે ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ કહ્યું કે આ મામલા અંગે અમારી પાસે કોઇ જાણકારી નથી. અને આ મામલાની લિસ્ટીંગ કરી શકીએ છીએ. એવામાં અમે તત્કાળ આદેશ કેવી રીતે આપી શકીએ. તેમણે કહ્યું કે આ મામલાની ફાઇલો અમે વાંચી નથી. તેમના અભ્યાસ પછી જ કોઇ આદેશ આપી શકાય છે.
જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. અંજુમન એ ઇન્તેજામિયા મસ્જિદ વારાણસીની પ્રબંધન સમિતીએ વારાણસી કોર્ટ તરફથી આદેશિત કાશિવિશ્વનાથ મંદિર, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વેક્ષણ પર રોક લગાવા માટે સુપ્રીમ કોર્ટ ગઇ છે.
મસ્જિદ કમિટીના વકીલે કહ્યું કે આજે નીચલી કોર્ટના આદેશ પર કામગિરી શરુ કરાશે જેથી મામલાને આજે જ સાંભળવામાં આવે. અને મામલાને યથાસ્થિતી જાળવવા બનાવાનો આદેશ જારી કરે. ત્યારબાદ ચીફ જસ્ટિસે કહ્યું કે અમે પેપર હજું જોયા નથી.પેપર જોયા વગર કોઇ આદેશ કરી ના શકાય. સુપ્રીમ કોર્ટે અત્યારે તો યથાસ્થિતી જાળવવાનો આદેશ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દાની સુનાવણી કરવા માટે તૈયાર થઇ છે.


