Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : ઘીના દીવામાં નહિ પરંતુ મશાલથી થાય છે મંદિરમાં આરતી

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત આમ તો મંદિરમાં ઘીના દીવાની આરતી કરવામાં આવે છે,પરંતુ સુરત શહેરના સલાબતપુરા રેશમવાદ ખાતે આવેલા સપ્તશ્રૃંગી માતાના મંદિરમાં નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં સપ્તશ્રૃંગી માતાજીના મંદિરમાં ખાસ પ્રકારની મશાલ દ્વારા આરતી કરવામાં...
સુરત   ઘીના દીવામાં નહિ પરંતુ મશાલથી થાય છે મંદિરમાં આરતી
Advertisement

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત

આમ તો મંદિરમાં ઘીના દીવાની આરતી કરવામાં આવે છે,પરંતુ સુરત શહેરના સલાબતપુરા રેશમવાદ ખાતે આવેલા સપ્તશ્રૃંગી માતાના મંદિરમાં નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં સપ્તશ્રૃંગી માતાજીના મંદિરમાં ખાસ પ્રકારની મશાલ દ્વારા આરતી કરવામાં આવે છે.

Advertisement

Image preview

Advertisement

સવારે ૬ વાગ્યે માતાજીનો અભિષેક કરવામાં આવે છે,ત્યાર બાદ મહાપુજા કરવામાં આવે છે અને એ પૂજા બાદ મશાલ આરતી બંશી મહારાજ દ્વારા કરવામાં આવે છે સાથે જ દુર્ગા સપ્તશતી દેવી કવચના મંત્રીથી નખ શિક સિંદૂર લેપન કરવામાં આવે છે. આ મંદિરમાં માત્ર નવરાત્રીમાં જ મશાલ આરતી થાય છે.જો કે મોટે ભાગે મશાલ આરતી પૂનમ અને પડવાના દિવસે કરવામાં આવે છે પરંતુ નવ દિવસ પણ દરરોજ સવાર- સાંજ અનોખી રીતે મશાલ આરતી કરવામાં આવે છે. મશાલની ખાસિયત એ છે કે મશાલમાં માત્ર કાપડનો જ ઉપયોગ થયો છે. જેથી મશાલ આરતી વખતે માતાજીના નામના જાપ કર્યા બાદ મશાલ ગરમ નથી લાગતી અહી માત્ર મહારાજ એજ નહિ ભક્તો પણ આરતી કરે છે.

આ અંગે બંસી મહારાજે જણાવ્યું કે, અહીં દરરોજ માતાજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. સાથે જ ચંદન અને સુખડનો લાડુ ચઢાવવામાં આવે છે, મશાલ માત્ર સુતરાઉ કાપડથી બનાવવામાં આવે છે. છતાં તે આરતી સમયે ગરમ લાગતી નથી.

Image preview

માતાજીના મંદિરમાં આવનાર ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આ અંગે ભક્તો એ જણાવ્યું હતું કે, માતાજીના દર્શન મહારાષ્ટ્રની શકિતપીઠ પૈકી માહુરગઢની શ્રી રેણુકામાતા, કોલ્હાપુરના મહાલક્ષ્મી દેવી, તથા તુળજાપુરના શ્રી અને તુળજાભવાની દેવીના સ્વરૂપમાં કરવામાં આવે છે.માતાજીના આ મંદિરમાં ચૈત્રિ નવરાત્રીને ખૂબજ ધામધૂમ થી મનાવવામાં આવે છે,માતાજીના આ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની આરતી ઓ કરવામાં આવે છે,જેનો લ્હાવો લેવા ભક્તો દૂર દૂર થી મંદિરમાં આવે છે.

આ મંદિરમાં થતી મશાલની આરતીમાં વપરાતી મશાલની ખાસિયત એ છે કે મશાલની બનાવટ માતાજીના નામ સાથે કરવામાં આવી હતી, માતાજી નામ બોલી હાથમાં મશાલ લેતા તે ગરમ પણ લાગતી નથી. આ મંદિર સિવાય અન્ય કોઈ મંદિરમાં માતાજીની મશાલ આરતી નહિ થતી હોવાનો મંદિર ના મહારાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૈત્રિ નવરાત્રિમાં સુરતના સલાબતપુરા ખાતે આવેલા આ મંદિરમાં તહેવારોમાં કુવારીકા પુજન, બટુક પુજન, ભૈરવ પુજન, સુવાસિની પુજનદેવીની પંચામૃત અભિષેક મહાપુજા, શૃંગાર, મશાલ આરતી, શ્રી સુકત પુજન,થાય છે.ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી કેસરી અને લાલ એમ બન્ને કલરથી માતાજીનો શૃંગાર કરવામાં આવે છે.જેમાં કેસરી અને લાલ કલરનો શૃંગાર વધુ જોવા મળે છે. જેથી મંદિરમાં મશાલ પણ લાલ રંગના સુતરાઉ કાપડના ઉપયોગથી જ બનવવામાં આવી છે.

આરતી માટે મશાલ બનવવા માટે ૨૩ થી ૨૫ મીટર નો કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રીમાં સવારે ૯ ના ટકોરે અને સાંજે ૭.૩૦ વાગ્યે પાંચ મિનિટ સુધી મશાલ આરતી કરવામાં આવે છે.

આ પણ વાંચો - રાજકોટ : રાજપૂતાણીઓના શૌર્ય સમાન રાસ,100 જેટલી ક્ષત્રાણીઓ દ્વારા આકર્ષક તલવાર રાસ

Tags :
Advertisement

.

×