Surat : માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો
ખુલ્લા ઢાંકણાવાળી ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષનો માસૂમ દિવ્યેશ નિષાદનું પાણીની ટાંકીમાં ડૂબી મોત આખી કોલોનીમાં શોધખોળ શરૂ થઈ પણ દિવ્યેશનો કોઈ પત્તો મળ્યો નહતો Surat : સુરતમાંથી પરિવાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો સમાન સામે આવ્યો છે. સુરત...
Advertisement
- ખુલ્લા ઢાંકણાવાળી ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષનો માસૂમ
- દિવ્યેશ નિષાદનું પાણીની ટાંકીમાં ડૂબી મોત
- આખી કોલોનીમાં શોધખોળ શરૂ થઈ પણ દિવ્યેશનો કોઈ પત્તો મળ્યો નહતો
Surat : સુરતમાંથી પરિવાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો સમાન સામે આવ્યો છે. સુરત શહેરના હજીરા મોરા ટેકરા વિસ્તારમાં એક ત્રણ વર્ષનું બાળક ખુલ્લી ટાંકીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં બુધવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શ્રી રામ નિષાદ અને તેમની પત્નીનો માત્ર ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ રમતા-રમતા ઘરની બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં ઘરના સભ્યોને ખબર પડી કે બાળક ગાયબ છે. આખી કોલોનીમાં શોધખોળ શરૂ થઈ પણ દિવ્યેશનો કોઈ પત્તો મળ્યો નહતો.
Advertisement


