Surat : ડબલ મર્ડરના આરોપીઓનો પોલીસને પડકાર, SOGએ જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું!
Surat : સુરતમાં ડબલ મર્ડરના ગુનામાં પેરોલ પર છૂટેલા આરોપીઓ શહેજાદ અને એઝાઝ ફારુખ મોમીને ફરિયાદીઓમાં ભય પેદા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
Advertisement
- સુરતમાં પેરોલ પર છૂટેલા આરોપીનો પોલીસને પડકાર
- ફરિયાદીમાં ભય ઊભો કરવા સોશિયલ મીડિયા પર પોસ્ટ
- ડબલ મર્ડરના ગુનામાં પેરોલ પર બહાર આવી કરી ઉજવણી
- ઉજવણી અને ભય યુક્ત પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી
- સુરત SOGએ બંને આરોપીઓની શાન ઠેકાણે પાડી
- લાલગેટ વિસ્તારમાં આરોપીઓનું કાઢ્યું જાહેરમાં સરઘસ
- ફરિયાદીને ડરાવવા હથિયાર સાથેના ફોટો તથા રીલ કરી પોસ્ટ
- રૂબરૂ ધમકાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું
- આરોપી શહેજાદ અને એઝાઝ ફારુખ મોમીન સામે કાર્યવાહી
- મહિલાઓએ અને લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા
Surat : સુરતમાં ડબલ મર્ડરના ગુનામાં પેરોલ પર છૂટેલા આરોપીઓ શહેજાદ અને એઝાઝ ફારુખ મોમીને ફરિયાદીઓમાં ભય પેદા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
ફરિયાદીને ડરાવવા હથિયાર સાથેના ફોટો તથા રીલ કરી પોસ્ટ
આ બંને આરોપીઓએ પેરોલ પર બહાર આવીને તેની ઉજવણી કરી હતી અને ભયયુક્ત તથા હથિયાર સાથેના ફોટા અને રીલ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરિયાદીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, એટલું જ નહીં, તેઓએ રૂબરૂ જઈને પણ ધમકાવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાયદાનું ભાન કરાવવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી. સુરત SOGએ આ બંને આરોપીઓની શાન ઠેકાણે પાડીને લાલગેટ વિસ્તારમાં તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેની મહિલાઓ સહિત લોકોએ પોલીસની આ કડક કામગીરીની પ્રશંસા કરી હતી.
Advertisement
આ પણ વાંચો : Surat માં હૃદયદ્રાવક ઘટના,નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું, માતાની શોધ શરૂ
Advertisement


