Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હત્યારાની મિત્ર સાથેની કોલ રેકોર્ડિંગ વાયરલ, રેકોર્ડિંગમાં ગ્રીષ્માને મારી નાખીશ તેવો ઉલ્લેખ

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ પર સંકંજો કસાયો છે, ત્યારે નરાધમે બચવા માટે મરણિયા પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસ પૂછપરછમાં ફેનિલે ચોંકાવનારા નિવેદન આપ્યા છે. સુત્રોની માહિતી અનુસાર ફેનિલે પોલીસને નિવેદન આપ્યું કે- 'એકતરફી પ્રેમ નહોંતો પરંતુ ગ્રીષ્મા પણ તેને પ્રેમ કરતી હતી', ફેનિલે ગ્રીષ્મા પર આરોપ લગાવ્યા કે 'તેના ઘરેઅમારા સંબંધોની જાણ થતાં તેને બધું મારા પર ઢોળી દીધું'. ગ્àª
હત્યારાની મિત્ર સાથેની કોલ રેકોર્ડિંગ વાયરલ  રેકોર્ડિંગમાં ગ્રીષ્માને મારી નાખીશ તેવો ઉલ્લેખ
Advertisement

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ પર સંકંજો કસાયો છે, ત્યારે નરાધમે બચવા માટે મરણિયા પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસ પૂછપરછમાં ફેનિલે ચોંકાવનારા નિવેદન આપ્યા છે. સુત્રોની માહિતી અનુસાર ફેનિલે પોલીસને નિવેદન આપ્યું કે- 'એકતરફી પ્રેમ નહોંતો પરંતુ ગ્રીષ્મા પણ તેને પ્રેમ કરતી હતી', ફેનિલે ગ્રીષ્મા પર આરોપ લગાવ્યા કે 'તેના ઘરે
અમારા સંબંધોની જાણ થતાં તેને બધું મારા પર ઢોળી દીધું'. ગ્રીષ્માએ ઘરે આવીને ફેનિલને લાફો માર્યો હોવાના આક્ષેપ
પણ કરવામાં આવ્યા છે. 
ફેનિલના ગ્રીષ્માના પરિવાર પર આરોપ

આરોપી ફેનિલે ગ્રીષ્માના પરિવાર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે, ફેનિલે આપેલા નિવેદન મુજબ 'ગ્રીષ્માનો પરિવાર તેને મારવા માટે માણસો મોકલતા હતાં'. 
વાયરલ રેકોર્ડિંગમાં ગ્રીષ્માને મારી નાખવાનો ઉલ્લેખ

આ સમગ્ર કેસમાં ફેનિલની કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે. ગ્રીષ્માના કાકા, ફુઆ અને ભાઈ મને મારવા ગુંડાઓને મોકલતા હોવાના આક્ષેપ કોલ રેકોર્ડિંગમાં કરવામાં આવ્યા છે. કોલ રેકોર્ડિંગમાં ફેનિલ એવું બોલે છે કે 'હું એના ઘરે જઈ એને મારી નાખીશ, એ મારી પાછળ પડી છે.'
સુરતના પાસોદરામાં ગ્રીષ્મા ચકચારી હત્યા કેસમાં રેન્જ IGએ તપાસ માટે SITની રચના કરી છે. ડાંગ SPની દેખરેખ હેઠળ 1 મહિલા ASP, 2 ડીવાએસપી આ કેસમાં તપાસ કરશે. પોલીસ ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે. હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

Advertisement



Advertisement

Tags :
Advertisement

.

×