લો બોલો! લગ્નમાં જમવાનું ખૂટી જતા વરપક્ષે ચાલતી પકડી!
સુરતના વરાછા વિસ્તારમાં, એક લગ્ન પ્રસંગ દરમિયાન જ્યારે જમણવાર પૂરું ન પડતાં વરપક્ષ નારાજ થઈ ગયો હતો અને ચાલુ લગ્નમાં રવાના થઈ ગયો. ત્યારે વરાછા પોલીસે પોતાની સક્રિયતા દાખવી.
Advertisement
- સુરતના વરાછાની પોલીસની સરાહનીય કામગીરી
- લગ્નમાં જમવાનું ઘટી જતા વરપક્ષ નારાજ થઈ રવાના થયો
- વરાછા પોલીસને જાણ થતા બંને પક્ષોને સમજાવ્યા
- પોલીસ મથકે વરરાજા પક્ષને સમજાવી રાજી કર્યો
- બન્ને પરિવારનું વરાછા પોલીસે કાઉન્સેલિંગ કર્યું
- વરરાજા રાહુલ મહંતો અને અંજલિ કુમારીના લગ્ન કરાવ્યા
- બન્ને પક્ષોને લગ્નવિધિ કરાવી વિદાય આપવામાં આવી
Surat : સુરતના વરાછા વિસ્તારમાં, એક લગ્ન પ્રસંગ દરમિયાન જ્યારે જમણવાર પૂરું ન પડતાં વરપક્ષ નારાજ થઈ ગયો હતો અને ચાલુ લગ્નમાં રવાના થઈ ગયો. ત્યારે વરાછા પોલીસે પોતાની સક્રિયતા દાખવી. તેમણે બંને પક્ષોને પોલીસ મથકે બોલાવી અને બંનેને સમજાવ્યા. પોલીસના સમયસર હસ્તક્ષેપથી, વરરાજા રાહુલ મહંતો અને દુલ્હન અંજલિ કુમારીના પરિવારો વચ્ચે સુલહ કરાવી અને તેમને રાજી કરી તેમના લગ્ન સંમતિ આપવામાં આવી. આ પ્રકારની સુઘડ કામગીરીના કારણે, બંને પરિવારોના સભ્યો લગ્નવિધિ પૂર્ણ કરી વિદાય લઇ શક્યા.
Advertisement


