Surat Heavy Rain : સુરતમાં કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદના કારણે કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી પાણીનો કોઈ નિકાલ થવા પામ્યો ન હતો.
Advertisement
સુરતમાં ભારે વરસાદના કારણે કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી પાણીનો કોઈ નિકાલ થવા પામ્યો ન હતો. વહેલી સવારે પડેલા વરસાદના કારણે કમર સુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. સવારે પાલિકા અધિકારી, કર્મચારીઓની ગેરહાજરી હતી. સાંજે આવી પહોંચેલી પાલિકાની ટીમે મોડે મોડે કામગીરી શરૂ કરી હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.
Advertisement


