Surat Heavy Rain: ઉકાઈ ડેમના ઉપરવાસ પાણીની આવક
તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક સીઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે ડેમમાં ઉપરવાસમાંથી લગભગ 1લાખ25 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છેલ્લાં કેટલાંય દિવસોથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે તાપી જિલ્લાની જીવાદોરી...
Advertisement
- તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક
- સીઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે
- ડેમમાં ઉપરવાસમાંથી લગભગ 1લાખ25 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ
છેલ્લાં કેટલાંય દિવસોથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી હતી. જેના પગલે સીઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી નિયમિત રૂલ લેવલની નજીક પહોંચતા, પાણીનું દબાણ નિયંત્રિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી લગભગ 1લાખ25હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ પાણીના વધેલા પ્રવાહને કારણે ડેમની સપાટી 334.45 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જ્યારે આ માસનું રૂલ લેવલ 335 ફૂટ નક્કી કરાયું છે.
Advertisement


