Surat ના મહિધરપુરામાં ગણેશ પંડાલમાં ચોરી કરનારા પોલીસ સકંજામાં
ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા Surat News: સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે....
Advertisement
- ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે
- એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી
- સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા
Surat News: સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. તથા એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતાં ભક્તોમાં રોષ છે. શહેરના મહીધરપુરા ગણેશ પંડાલમાં ચોરી અને મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં રોકડા રૂપિયા, તાંબાના વાસણો, સહિતના મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપી આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દતાણી અને સોહીલ સાઈ દતાણીની ધરપકડ કરાઇ છે. જેમાં વધુ પૂછપરછ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Advertisement


