Fake Visa Scam : બોલો, હવે તો વિદેશમાં જવાના વિઝા ય નકલી! ખુલ્લેઆમ વેચાતા થયા!
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સોમવારની રાતે પોલીસે પાડેલા દરોડામાં એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Advertisement
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સોમવારની રાતે પોલીસે પાડેલા દરોડામાં એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. Surat Police છેલ્લાં એક વર્ષથી જે આરોપીને શોધી રહી હતી તે રંગે હાથ ઝડપાયો છે. પાંચ કલાક સુધી ચાલેલા દરોડામાં Surat City Police ને મોટી સફળતા મળી છે. યુરોપ, યુનાઈટેડ કિંગડમ અને કેનેડાના નકલી વિઝા સ્ટીકર બનાવતા પ્રતિક શાહ ઉર્ફે અભિજીત (Pratik Shah alias Abhijeet) ની ધરપકડથી આંતરરાજ્ય ટોળકીનો આગામી દિવસોમાં પર્દાફાશ થશે.
Advertisement


