Surat: હીરા ઉદ્યોગ પર ફરી મંડરાયા મંદીના વાદળ, રત્નકલાકારોની હાલત કફોડી
Surat: સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એક વાર મંદીના વાદળ મંડરાયા છે. વૈશ્વિક માગમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે.આ મંદીની સૌથી મોટી અસર નાની સાઈઝના હીરામાં કામ કરતા કારીગરોને પડશે.
Advertisement
Surat: સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એક વાર મંદીના વાદળ મંડરાયા છે. વૈશ્વિક માગમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ વળ્યા છે. લેબગ્રોન ડાયમંડના લીધે નેચરલ હીરાના ભાવમાં ઘટાડો થયો છે. એક સપ્તાહમાં નાની સાઈઝના નેચરલ રફ હીરાનો ભાવ 10 ટકા ઘટ્યો છે. અમેરિકા, યુરોપ જેવા બજારોમાં મંદીના લીધે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ હાલ નવા નેચરલ રફ ડાયમંડની ખરીદી ટાળી રહ્યા છે ત્યારે હીરા ઉદ્યોગમાં આ મંદીની સૌથી મોટી અસર નાની સાઈઝના હીરામાં કામ કરતા કારીગરોને પડશે ત્યારે આ મામલે ડાયમંડ વર્કર યુનિયના ઉપપ્રમુખ, ભાવેશભાઈ ટાંકએ શું કહ્યું ? જુઓ આ અહેવાલમાં...
Advertisement


