Surendranagar : નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
સુરેન્દ્રનગરના થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતા પરિજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Advertisement
- સુરેન્દ્રનગરમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
- થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યું
- તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ
- તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મોત નીપજ્યાનો આક્ષેપ
- 25 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિજનોમાં શોકની લાગણી
- બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની પરિજનોની માગ
Surendranagar : સુરેન્દ્રનગરના થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતા પરિજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિજનોના આક્ષેપો મુજબ તબીબની બેદરકારીથી અન્ય નસ કાપી નાખવામાં આવી, જેના પરિણામે મહિલાનું મૃત્યુ થયું. આ ઘટના પછી પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો અને બેદરકારી દાખવનાર તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
Advertisement


