Surendranagar: તરણેતરના મેળાની ગરિમાને લાંછન, જાહેર સ્ટેજ પર અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ
Surendranagar: સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો વીડિયો વાયરલ થયો છે. ભાતીગળ મેળામાં હુડો રાસ, રાસડા અને દુહા-છંદને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. આવા ભાતીગળ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ યોજીને પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યુ તેના સામે...
Advertisement
Surendranagar: સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો વીડિયો વાયરલ થયો છે. ભાતીગળ મેળામાં હુડો રાસ, રાસડા અને દુહા-છંદને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. આવા ભાતીગળ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ યોજીને પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યુ તેના સામે સવાલો ઉઠી રહ્યાં છે. નોંધનીય છે કે, અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. હકીકત એ પણ છે કે, અશ્લીલ ડાન્સને જોવા માટે પણ ત્યાં હજારોની ભીડ જોવા મળી હતી.
Advertisement


