Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FIR નોંધાયા બાદ ભારતી સિંહ ભગવાનના શરણે

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધાયા બાદ ભારતી સિંહે હવે તેની પ્રથમ પોસ્ટ શેર કરી છે. પોતાની ફની અને મજેદાર સ્ટાઈલથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ભારતી સિંહ તેના એક જોક્સને કારણે મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.ભારતીએ તેના એક શોમાં દાઢી અને મૂછ પર કેટલીક એવી ટિપ્પણી કરી હતી, જેના પર હવે વિવાદ વધુ ગરમાયો છે. સમગ્ર વિવાદ વચ્ચે ભારતીએ ભગવાનને યાદ કર્યાભારતીની દાઢી-મૂછ à
fir નોંધાયા બાદ ભારતી સિંહ ભગવાનના શરણે
Advertisement
ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધાયા બાદ ભારતી સિંહે હવે તેની પ્રથમ પોસ્ટ શેર કરી છે. પોતાની ફની અને મજેદાર સ્ટાઈલથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ભારતી સિંહ તેના એક જોક્સને કારણે મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.ભારતીએ તેના એક શોમાં દાઢી અને મૂછ પર કેટલીક એવી ટિપ્પણી કરી હતી, જેના પર હવે વિવાદ વધુ ગરમાયો છે. 
સમગ્ર વિવાદ વચ્ચે ભારતીએ ભગવાનને યાદ કર્યા
ભારતીની દાઢી-મૂછ પર ટિપ્પણી કર્યા પછી હવે વિવાદ વધુ ગરમાયો છે. ભારતીની દાઢી અને મૂછ પર ટિપ્પણી કર્યા બાદ કોમેડિયન વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. ભારતીના વીડિયો પર, શીખ સમુદાયના લોકોએ ગઇ કાલે તેની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ કોમેડિયન વિરુદ્ધ IPCની કલમ 295-A હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધાયા બાદ ભારતી સિંહે હવે ફરી સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટ શેર કરી છે. સમગ્ર વિવાદ વચ્ચે ભારતીએ ભગવાનને યાદ કર્યા છે. કોમેડિયને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભગવાન ગણેશનો ફોટો શેર કરીને હાથ જોડીને ઇમોજી બનાવ્યું છે. ભારતીની પોસ્ટથી સ્પષ્ટ છે કે આ મુશ્કેલ સમયમાં તે ભગવાનની શરણમાં ગઇ છે.  
ભારતીએ પોતાની ભૂલ બદલ માફી માંગી ચૂકી છે
આ પોસ્ટ પહેલા ભારતી સિંહે ગઇ કાલે  તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને માફી પણ માંગી હતી. ભારતીએ દાઢી અને મૂછ પર કરેલી મજાક પર ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેણે સામાન્ય રીતે મજાકમાં  વાત કરી હતી. 

શું કહ્યું ભારતીએ?
ભારતી સિંહે ગઇ કાલે આ મુદ્દે કહ્યું કે 'મારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો  તે મોકલી રહ્યા છે કે તમે દાઢી અને મૂછની મજાક કરી છે. હું તે વિડિયો બે દિવસથી વારંવાર જોઈ રહ્યો છું. તેમાં મેં ક્યારેય કોઈ ધર્મ કે કોઈ જાતિ વિશે વાત નથી કરી કે આ ધર્મના લોકો દાઢી રાખે છે અને આ સમસ્યા થાય છે.મેં જનરલ વાત કરી છે. અને મારી મિત્ર સાથે કોમેડી કરતી હતી. પરંતુ જો મારા શબ્દોથી કોઈ ધર્મના લોકોને દુઃખ પહોંચ્યું હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું પોતે પંજાબી છું. મારો જન્મ અમૃતસરમાં થયો હતો. હું પંજાબનું ગૌરવ જાળવી રાખીશ અને મને ગર્વ છે કે હું પંજાબી છું.
Tags :
Advertisement

.

×