રાજસ્થાનમાં સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી, 10 લોકો ઈજાગ્રસ્ત
રાજસ્થાનમાં ટ્રેન દુર્ઘટનામાં 10 લોકોને ઈજાસૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરીપાલી પાસે ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યારાજકિયાવાસ-બામોદરા વચ્ચે સર્જાઈ દુર્ઘટનાબાંદ્રાથી જોધપુર જઈ રહી હતી એક્સપ્રેસ ટ્રેનરેલ્વે વિભાગે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરરાજસ્થાનના પાલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બાંદ્રા ટર્મિનસ-જોધપુર વચ્ચે દોડતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ( Band
Advertisement
- રાજસ્થાનમાં ટ્રેન દુર્ઘટનામાં 10 લોકોને ઈજા
- સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી
- પાલી પાસે ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા
- રાજકિયાવાસ-બામોદરા વચ્ચે સર્જાઈ દુર્ઘટના
- બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી એક્સપ્રેસ ટ્રેન
- રેલ્વે વિભાગે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
રાજસ્થાનના પાલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બાંદ્રા ટર્મિનસ-જોધપુર વચ્ચે દોડતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ( Bandra Terminus-Jodhpur Suryanagari Express ) ના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં મોટી ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના સવારે 3ઃ27 વાગ્યાની છે. સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ઘણી ટ્રેનોનું સંચાલન ખોરવાઇ ગયું છે.
રાજસ્થાનમાં જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન પર એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, એમ ઉત્તર પશ્ચિમ રેલ્વેના CPROએ જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. CPROએ કહ્યું કે, ઉત્તર પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ રેલ્વેના જયપુર મુખ્યાલયમાં આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે. ટૂંક સમયમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જશે. દુર્ઘટના બાદ એક મુસાફરે જણાવ્યું કે મારવાડ જંક્શનથી ટ્રેન ઉપડ્યાના માત્ર 5 મિનિટ બાદ જ ટ્રેનની અંદરથી વાઇબ્રેશનનો અવાજ સંભળાયો, ત્યારબાદ 2-3 મિનિટ પછી ટ્રેન ઉભી રહી. જ્યારે અમે ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે અમે જોયું કે લગભગ 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. એમ્બ્યુલન્સ 15-20 મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. આ સાથે રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
Advertisement
આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPRO અનુસાર, દુર્ઘટનાની જાણકારી મળતા જ જોધપુરથી એક રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12480, બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના 12 ડબ્બા આજે સવારે 3.27 વાગ્યે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા.
Advertisement
રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા
હેલ્પલાઈન નંબર જારી- રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. જોધપુર હેલ્પલાઇન નંબરો- 02912654979, 02912654993, 02912624125, 02912431646. પાલી- 02932250324. આ સિવાય તમે 138 અને 102 પર પણ ઘટના વિશે માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


