Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

T20 વર્લ્ડ કપનો 15 વર્ષનો છે ઈતિહાસ, જાણો રસપ્રદ તથ્યો અને ખાસ રેકોર્ડ

ક્રિકેટ આજકાલ દરેક લોકોની પ્રિય રમત બની ગઈ છે. લોકો ક્રિકેટ રમવા અને જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, ક્રિકેટના ઘણા ફોર્મેટ છે, પરંતુ T20 ફોર્મેટની વાત કંઈક અલગ છે. જીહા, ક્રિકેટના આ શોર્ટ ફોર્મેટને આજે દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે. 20 ઓવરની ટૂંકી મેચમાં જ્યારે ચોક્કા-છક્કાનો વરસાદ થાય છે ત્યારે ક્રિકેટ જોવાનો એક અલગ જ આનંદ આવે છે. આ જ કારણ છે કે લોકો ટેસ્ટ અને વનડે ક્રિકેટ કરà
t20 વર્લ્ડ કપનો 15 વર્ષનો છે ઈતિહાસ  જાણો રસપ્રદ તથ્યો અને ખાસ રેકોર્ડ
Advertisement
ક્રિકેટ આજકાલ દરેક લોકોની પ્રિય રમત બની ગઈ છે. લોકો ક્રિકેટ રમવા અને જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, ક્રિકેટના ઘણા ફોર્મેટ છે, પરંતુ T20 ફોર્મેટની વાત કંઈક અલગ છે. જીહા, ક્રિકેટના આ શોર્ટ ફોર્મેટને આજે દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે. 20 ઓવરની ટૂંકી મેચમાં જ્યારે ચોક્કા-છક્કાનો વરસાદ થાય છે ત્યારે ક્રિકેટ જોવાનો એક અલગ જ આનંદ આવે છે. આ જ કારણ છે કે લોકો ટેસ્ટ અને વનડે ક્રિકેટ કરતાં T20 ફોર્મેટને વધુ પસંદ કરે છે. 
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ ડિફેન્ડિંગ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપની શરૂઆત હવે થઇ ગઇ છે. જોકે, T20 વર્લ્ડ કપનો અસલ રોમાંચ 22 ઓક્ટોબરથી સુપર-12 મેચોથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા છેલ્લા T20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્લ્ડ કપમાં હાલમાં ક્વોલિફાયર અને વોર્મ-અપ મેચો રમાઈ રહી છે. સુપર 12ની મેચો 22 ઓક્ટોબરથી રમાશે. ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. મહત્વનું છે કે, T20 ક્રિકેટની આ સમયે તેની ટોચ પર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિત વિશ્વભરની T20 લીગ્સે ક્રિકેટની દુનિયામાં ઉમેરો કર્યો છે. T20 ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓ વચ્ચે કેટલાક એવા અદ્ભુત રેકોર્ડ્સ બન્યા છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. આવી સ્થિતિમાં લોકો T20 વર્લ્ડ કપ વિશે ઘણું જાણવા માંગે છે. સુપર 12 મેચની શરૂઆત પહેલા, ચાલો વિશ્વ કપ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો પર નજર કરીએ.
તો આજે આ લેખ દ્વારા અમે તમને T20 વર્લ્ડ કપ અને T20 ક્રિકેટના ઈતિહાસ વિશે જણાવીશું. આ સાથે, અમે તમને T20 ફોર્મેટ સાથે સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો અને કેટલાક આશ્ચર્યજનક રેકોર્ડ્સ વિશે પણ જણાવીશું.
T20 વર્લ્ડ કપ વિજેતાઓની યાદી
ટૂર્નામેન્ટના રસપ્રદ તથ્યો અને આંકડાઓ
  • T20 વર્લ્ડ કપની શરૂઆત 2007મા થઇ, જેમા ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. 
  • વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત ટૂર્નામેન્ટ જીતી છે. તે 2012મા પ્રથમ વખત અને 2016મા બીજી વખત ચેમ્પિયન બની હતી.
  • T20 વર્લ્ડ કપમાં માત્ર ક્રિસ ગેલના નામે જ બે સદી છે. તેણે 2007મા દક્ષિણ આફ્રિકા સામે અને 2016મા ઈંગ્લેન્ડ સામે ટ્રિપલ ફિગરને સ્પર્શ કર્યો હતો.
  • ભારત તરફથી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 26 વિકેટ લીધી છે.
  • T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 41 વિકેટ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે.
  • ઓસ્ટ્રેલિયાએ 2007મા પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હરાવ્યું હતું.
  • 2007મા ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે T20 વર્લ્ડ કપમાં એકમાત્ર બોલ આઉટ થયો હતો. ત્યારથી એક ઓવર એલિમિનેટર અથવા સુપર ઓવર રમાઈ છે.
  • દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે 23 કેચ લેવાનો રેકોર્ડ છે.
  • વિકેટકીપર તરીકે 32 બેટ્સમેનોને પેવેલિયન મોકલવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.
  • T20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ 2007મા બાંગ્લાદેશ સામે લીધી હતી.
  • શ્રીલંકાએ 2007મા કેન્યા સામે છ વિકેટે 260 રન બનાવતા સર્વોચ્ચ ટીમ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો.
  • કોઈ યજમાન દેશ T20 વર્લ્ડ કપ જીત્યો નથી અને ન તો કોઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
  • T20 વર્લ્ડ કપમાં ન્યૂનતમ સ્કોર 2014મા શ્રીલંકા સામે નેધરલેન્ડ્સ દ્વારા 39 રનનો છે.
  • શ્રીલંકા ટીમના ખેલાડી મહેલા જયવર્દને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1016 રન બનાવ્યા છે.
  • T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદીનો ખિતાબ યુવરાજ સિંહના નામે છે. યુવરાજ સિંહે 2007મા પ્રથમ T20 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.
  • T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમના નામે છે, જેણે T20 વર્લ્ડ કપ 2012મા બાંગ્લાદેશ સામે રમતા માત્ર 58 બોલમાં 123 રન બનાવ્યા હતા.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઈતિહાસ
  • વિશ્વનું સૌથી લોકપ્રિય ક્રિકેટ ફોર્મેટ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આજથી 17 વર્ષ પહેલા શરૂ થયું હતું. પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ રમાઈ હતી. 
  • T20 ઈન્ટરનેશનલની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. T20 ક્રિકેટે 17 વર્ષની સફરમાં અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે, T20 વર્લ્ડ કપ અને T20 ઇન્ટરનેશનલ સિવાય, T20 લીગ વિશ્વના વિવિધ દેશોમાં ધમાકેદાર રીતે શરૂ થઈ છે.
  • ICC T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007મા થઈ હતી જેનું પ્રથમ આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું. T20 વર્લ્ડ કપની જીતનું ઉદ્ઘાટન ભારતે જ કર્યું હતું. પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને હરાવીને પ્રથમ T20 વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ જીત્યો હતો અને પાકિસ્તાન ફર્સ્ટ રનર અપ બન્યું હતું.
  • T20 લીગની વાત કરવામાં આવે તો ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનું નામ સૌથી ઉપર આવે છે. IPL વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગ છે. 
T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓના નામે 5 રેકોર્ડ નોંધાયેલા છે

1. સૌથી વધુ વિકેટો લેનાર વિકેટકીપર - એમએસ ધોની
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ વિકેટકીપર છે. ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં T20 ફોર્મેટના છ વર્લ્ડ કપ રમ્યા છે. આ દરમિયાન તેણે વિકેટ પાછળ 32 ખેલાડીઓ (21 કેચ, 11 સ્ટમ્પિંગ) બનાવ્યા છે.
2. સૌથી વધુ એવરેજ - વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો T20 વર્લ્ડ કપમાં રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. 2012મા કોહલીએ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ રમી હતી. કોહલીએ T20 ફોર્મેટની મેગા ઈવેન્ટમાં સૌથી વધુ એવરેજ રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 21 મેચ રમી છે, જેમાં તેણે 76.81ની શાનદાર એવરેજથી 845 રન બનાવ્યા છે.
3. 50થી વધુ રનની ઇનિંગ્સમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહના નામે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે અડધી સદીનો રેકોર્ડ છે. 2007મા યોજાયેલા T20 વર્લ્ડ કપની 21મી મેચમાં યુવીએ ઈંગ્લેન્ડ સામે 16 બોલમાં સાત છક્કા અને ત્રણ ચોક્કાની મદદથી 58 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ડાબા હાથના બેટ્સમેને 362.50ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. આ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા ફટકારીને તબાહી મચાવી હતી.
4. T20 વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામે T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2014મા યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હતો. 33 વર્ષીય જમણા હાથના બેટ્સમેને તે આવૃત્તિમાં 6 મેચ રમી હતી, જેમાં તેણે 106.33ની એવરેજથી છ ઇનિંગ્સમાં 319 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીના બેટમાંથી ચાર અડધી સદી પણ નીકળી હતી.
5. સૌથી વધુ અડધી સદી
કિંગ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારો ખેલાડી છે. જમણા હાથના બેટ્સમેને આ ટૂર્નામેન્ટમાં 10 અડધી સદી ફટકારી છે. કોહલીનો આ ઈવેન્ટમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 89 રન છે, જે તેણે 31 માર્ચ, 2016ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં બનાવ્યો હતો.

23 ઓક્ટોબરે યોજાશે ભારત-પાકિસ્તાન મેચ
T20 વર્લ્ડ કપ 2022મા ભારતે તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારતને માત્ર એક જ વાર હરાવ્યું છે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત પર 10 વિકેટે જીત મેળવી હતી. ભારત 23 ઓક્ટોબરે ગત વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે. જોકે, આ વખતે પાકિસ્તાનની ટીમ પર ભારતની ટીમ ભારે પડે તેવું લાગી રહ્યું છે. વળી સટ્ટા બજારમાં પણ ભારતનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ વખતના T20 વર્લ્ડ કપને લઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં ઘણો ક્રેઝ છે. લાખો લોકોએ ટિકિટ ખરીદી છે. ICCએ તાજેતરમાં જણાવ્યું હતું કે 80થી વધુ દેશોના લોકોએ T20 વર્લ્ડ માટે ટિકિટ ખરીદી છે. ત્યારે આ વખતના વર્લ્ડ કપમાં સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું જોવા મળે તો નવાઇ નથી.
Tags :
Advertisement

.

×