Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટેલીગ્રામ એપ્લીકેશન ઉપયોગ કરતાં બાળકોનું રાખજો ધ્યાન, બન્યો ચોંકાવનારો કિસ્સો

જો તમારા બાળકો ટેલીગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હોય તો ચેતી જજો અમદાવાદમાં બન્યો એક અજીબ કિસ્સો ટેલીગ્રામ એપ્લીકેશન ઉપયોગ કરતાં બાળકોનું રાખજો ધ્યાન અમદાવાદ (Ahmedabad)માં અભ્યાસ માટે ટેલીગ્રામ (Telegram) એપ્લિકેશનનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીના ટેલિગ્રામમાં પોર્ન વિડીયો મોકલવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યા છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ (Cyber crime) બ્રાન્ચે ગુનો નોંધીને ઉં
ટેલીગ્રામ એપ્લીકેશન ઉપયોગ કરતાં બાળકોનું રાખજો ધ્યાન  બન્યો ચોંકાવનારો કિસ્સો
Advertisement
  • જો તમારા બાળકો ટેલીગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હોય તો ચેતી જજો 
  • અમદાવાદમાં બન્યો એક અજીબ કિસ્સો 
  • ટેલીગ્રામ એપ્લીકેશન ઉપયોગ કરતાં બાળકોનું રાખજો ધ્યાન 
અમદાવાદ (Ahmedabad)માં અભ્યાસ માટે ટેલીગ્રામ (Telegram) એપ્લિકેશનનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીના ટેલિગ્રામમાં પોર્ન વિડીયો મોકલવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યા છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ (Cyber crime) બ્રાન્ચે ગુનો નોંધીને ઉંડી તપાસ શરુ કરી છે. 

બાળકો અભ્યાસ માટે ટેલીગ્રામનો ઉપયોગ કરે છે
અમદાવાદમાં સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના એક પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે તેમનો દિકરો ધો.12માં અભ્યાસ કરે છે અને તે પરિક્ષાની તૈયારી કરે છે જેને લઈને તે ટેલીગ્રામ નામની એપ્લકેશનનો ભણવા માટે ઉપયોગ કરે છે.  
મોકલાયા પોર્ન વિડીયો
પિતાએ જે પ્રમાણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એ જાણશો તો તમે ચોંકી જશો. અમદાવાદ સાયબર ક્રાઈમમાં પિતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે તેમનો દિકરો જે ટેલીગ્રામ એપ્લીકેશન ઉપયોગ કરે છે તેમાં કેટલાક ટેલીગ્રામ એકાઉન્ટ ધારકો દ્રારા બાળકો અને સ્ત્રીઓના બીભત્સ પોનોગ્રાફીના વિડ઼ીયો મોકલવામાં આવી રહ્યા છે. પિતાએ બાળકનો મોબાઈલ ચેક કર્યો તો જાણવા મળ્યું કે ટેલીગ્રામ એપ્લીકેશન એકાઉન્ટ ધારકો 1.imoptimus 2.vaibhav_kaushik_56 3.ITZAADARSH 4.chota_don_is_here દ્રારા વિડીયો મોકલાવેલા હતા. 

ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડીયો
પ્રાથમિક દ્રષ્ટિએ જુદા જુદા દેશોના જુદા જુદા વિડીઓના નાની અને મોટી ઉમરના બાળકો અને બાળકોના કામક્રીડા કરતાં હોય તેવા તેમજ તેમની સાથે સ્ત્રી પુરૂષના નગ્ન હાલતમાં બિભત્સ વિડીયો હોવાનું પણ જોવા મળ્યું હતું.  તેમજ વિડીયોમાં નાની ઉમરની છોકરીઓ કામોત્તેજક ચેષ્ટા કરાવતા, તેમનુ જાતીય શોષણ કરતાં ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડીયોનું જુદી જુદી તકનીકો દ્રારા નાણાં મેળવી ઓનલાઈન વેચાણ કરતાં જણાઈ આવ્યું હતું. 

પોલીસે શરુ કરી તપાસ 
 અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપરોક્ત એકાઉન્ટધારકો આવા બિભત્સ અને નગ્ન વિડીયો તેના મોબાઈલ પર મોકલી આપતાં હોઈ આવા ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતાં વિડીયો બનાવનાર, સંગ્રહ કરનાર, શેર કરનાર અને ઓનલાઈન વેચાણ કરનાર શખ્સો વિરૂધ્ધ કાયદેસર તપાસ થવા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×