મિત્રના ડોક્યુમેન્ટ પર લોન લઈ મિત્રએ જ ઠગાઈ આચરતા આધેડે કર્યું ન કરવાનું કામ
અમદાવાદમાં મિત્રની મદદ કરવાનું આધેડને ભારે પડ્યું છે.વેજલપુરમાં આધેડ વ્યક્તિએ લોનની ઉધરાણીનાં ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે.આધેડની સાથે કામ કરતા મિત્રએ જ તેઓના નામે અનેક લોન લઈને ઠગાઈ આચરતા આધેડે લોનનાં હપ્તાની ઉધરાણીથી અંતિમ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યુ છે.અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં વણકરવાસમાં રહેતા આધેડે લોનની ઉધરાણીથી કંટાળીને આપધાત કર્યો હોવાની ધટના સામ
Advertisement
અમદાવાદમાં મિત્રની મદદ કરવાનું આધેડને ભારે પડ્યું છે.વેજલપુરમાં આધેડ વ્યક્તિએ લોનની ઉધરાણીનાં ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે.આધેડની સાથે કામ કરતા મિત્રએ જ તેઓના નામે અનેક લોન લઈને ઠગાઈ આચરતા આધેડે લોનનાં હપ્તાની ઉધરાણીથી અંતિમ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યુ છે.
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં વણકરવાસમાં રહેતા આધેડે લોનની ઉધરાણીથી કંટાળીને આપધાત કર્યો હોવાની ધટના સામે આવી છે.ડ્રાઈવર તરીકે કામ કરતા મહેન્દ્ર ગોહેલે પોતાનાં ઘરમાં ગેલેરીની છતમાં ચેનલનાં વાયરથી ગળેટુંપો દઈને આપધાત કરી લેતા ચકચાર મચી છે.આ મામલે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ વેજલપુમાં નોંધાઈ છે જેમાં આધેડની સાથે ડ્રાઈવીંગનું જ કામ કરતા યોગેશ શુક્લા તેમજ તેની પત્નિએ ભેગા મળીને આધેડના નામે અલગ અલગ લોન લીધી હતી, જેનાં હપ્તા પોતે ન ભરતા આધેડનાં ઘરે બેન્કવાળા ઉધરાણી કરતા કંટાળીને પોતાનાં જીવનનો અંત લાવી દીધો હતો.
Advertisement


