Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા ટી20 વર્લ્ડકપ 2023 માટે ભારતની ટીમ જાહેર, આ સ્ટાર બોલરની થઈ એન્ટ્રી

ફેબ્રુઆરી 2023માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું કરવા માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે પણ BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.મહિલા T20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, જ્યારે 12 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પà
મહિલા ટી20 વર્લ્ડકપ 2023 માટે ભારતની ટીમ જાહેર  આ સ્ટાર બોલરની થઈ એન્ટ્રી
Advertisement
ફેબ્રુઆરી 2023માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું કરવા માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે પણ BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, જ્યારે 12 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમને ગ્રુપ-2માં રાખવામાં આવી છે જેમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડ પણ છે. વર્લ્ડ કપની ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમાશે.
ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગેઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્યા, રાધા યાદવ, રેણુંકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.
T20 વર્લ્ડ કપ 2023માં ભારતનું શેડ્યૂલ (લીગ મેચ)
  • 12 ફેબ્રુઆરી વિરુદ્ધ પાકિસ્તાન, કેપ ટાઉન
  • 15 ફેબ્રુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, કેપ ટાઉન
  • 18 ફેબ્રુઆરી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ
  • 20 ફેબ્રુઆરી વિરુદ્ધ આયર્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ
T20 વર્લ્ડ કપ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી પણ રમવાની છે. આમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામેલ છે. આ શ્રેણી માટે BCCI દ્વારા ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
ત્રિકોણીય શ્રેણી માટે ભારતની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગેઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, સુષ્મા વર્મા, અંજલિ કૌર, એ. પૂજા વસ્ત્રાકર, એસ. મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડે.
ટ્રાઇ સિરીઝ શેડ્યૂલ
  • 19 જાન્યુઆરી વિ. દક્ષિણ આફ્રિકા
  • 21 જાન્યુઆરી વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 23 જાન્યુઆરી વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 25 જાન્યુઆરી વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 28 જાન્યુઆરી વિ. દક્ષિણ આફ્રિકા
  • 30 જાન્યુઆરી વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 2    ફેબ્રુઆરી  ફાઇનલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×