ટીમ ઈન્ડિયા વિરુદ્ધ તૈયાર છે ઝિમ્બાબ્વે, વનડે ટીમનું કર્યું એલાન
ટીમ ઈન્ડિયા વિરુદ્ધની ત્રણ વનડે મેચની હોમ સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ટીમમાં પ્રમુખ ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધની વનડે સિરીઝ માટે ઝિમ્બાબ્વેએ રેજિસ ચકાબ્વાને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે. આ ખેલાડીએ બાંગ્લાદેશ વિરુદ્ધની હોમ વનડે સિરીઝમાં પણ ટીમનું સુકાની પદ સંભાળ્યું હતું.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વ
Advertisement
ટીમ ઈન્ડિયા વિરુદ્ધની ત્રણ વનડે મેચની હોમ સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ટીમમાં પ્રમુખ ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધની વનડે સિરીઝ માટે ઝિમ્બાબ્વેએ રેજિસ ચકાબ્વાને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે. આ ખેલાડીએ બાંગ્લાદેશ વિરુદ્ધની હોમ વનડે સિરીઝમાં પણ ટીમનું સુકાની પદ સંભાળ્યું હતું.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી, હવે ઝિમ્બાબ્વેએ પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઝિમ્બાબ્વેના બેટ્સમેન રેજિસ ચકાબ્વાને ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેણીની ત્રણેય મેચ હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. પ્રથમ મેચ 18મીએ જ્યારે બીજી અને ત્રીજી મેચ 20મી અને 22મી ઓગસ્ટે રમાશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચકાબ્વા ઝિમ્બાબ્વે ટીમના કેપ્ટન હશે. અગાઉ, ક્રેગ એર્વિન ટીમનો કેપ્ટન હતો, પરંતુ હાલમાં તે ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે, તેને હેમસ્ટ્રિંગની સમસ્યા છે. ઉપરાંત, ઝિમ્બાબ્વે ટીમ પાસે તેંદઈ ચત્રા પણ નહીં હોય, જે સ્નાયુઓના ખેંચાવાથી પીડાય છે.
આ પહેલા જ્યારે ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી હતી. તેમજ કેએલ રાહુલ પણ ટીમમાં નહતો. દરમિયાન, ગુરુવારે મોડી સાંજે સમાચાર સામે આવ્યા કે કેએલ રાહુલે તેની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે ઝિમ્બાબ્વે સિરીઝ રમવા માટે તૈયાર છે, ત્યારબાદ કેએલ રાહુલને કમાન સોંપવામાં આવી છે. જોકે, શિખર ધવન પણ ટીમમાં રહેશે.
ભારત સામેની ત્રણ વનડે મેચ માટે ઝિમ્બાબ્વેની ટીમ
રાયન બર્લ, રેજિસ ચાકાબ્વા, તનાકા ચિવાંગા, બ્રેડલી ઇવાન્સ, લ્યુક જોંગવે, ઇનોસન્ટ કાયા, ટાકુડ્ઝવાનાશે કેટાનો, ક્લાઇવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તાદીવાનાશે મારુમાની, જ્હોન મસારા, ટોની મુન્યોંગા, રિચાર્ડ ન્ગારાવા, વિક્ટર ન્યાઉચી, સિંકન્દર રાજા, મિલ્ટન શુમ્બા અને ડોનાલ્ડ તિરિપાનો.
Advertisement


