તીસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ કરી આ મહત્વપૂર્ણ ટિપ્પણી
પુરાવા સાથે ચેડાં કરવાના આરોપમાં જેલમાં બંધ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને આજે પણ જામીન મળી શકી નથી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર સુનવણી કરતા ગુજરાત સરકારને તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ FIRનો આધાર પુછ્યો છે. કોર્ટે કહ્યું કે, તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ IPCની સામાન્ય કલમો હેઠળ કેસ નોંધાયેલો છે અને તેઓ એક મહિલા છે, એવામાં તે રાહતનો અધિકાર રાખે છે.તીસ્તા લગભગ બે મહિનાથી કસ્ટડીમાં છે à
Advertisement
પુરાવા સાથે ચેડાં કરવાના આરોપમાં જેલમાં બંધ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને આજે પણ જામીન મળી શકી નથી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર સુનવણી કરતા ગુજરાત સરકારને તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ FIRનો આધાર પુછ્યો છે. કોર્ટે કહ્યું કે, તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ IPCની સામાન્ય કલમો હેઠળ કેસ નોંધાયેલો છે અને તેઓ એક મહિલા છે, એવામાં તે રાહતનો અધિકાર રાખે છે.
તીસ્તા લગભગ બે મહિનાથી કસ્ટડીમાં છે પરંતુ તેમની વિરૂદ્ધ કોઈ પણ ગંભીર કેસ નથી, તેના પર સરકાર તરફથી વકીલ તુષાર મહેતાએ કરેલી સર્વોચ્ચ અદાલતની જામીન અરજી પર વિચાર પહેલાં હાઈકોર્ટના નિર્ણયને પણ જોઈ લેવો જોઈએ.
કોર્ટે શુક્રવારે પણ આ મામલે સુનવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પોલીસે તીસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર વિરૂદ્ધ 25 જુને ફરિયાદ નોંધી હતી. તે પહેલા 24 જુને સુપ્રીમ કોર્ટે જાકિયા જાફરીની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણએ ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટ પર સવાલ ઉભા કર્યાં હતા. આ સાથે કોર્ટે કેટલીક ટીપ્પણીઓ કરી હતી. તેના ઠીક એક દિવસ બાદ ગુજરાત પોલીસે તીસ્તા સેતલવાડ પર કેસ કર્યો હતો. જાકિયા જાફરીનો તીસ્તા સીતલવાડે કેસ લડવા સમર્થન કર્યું હતું.
કેસની સુનવણી કરતા જસ્ટીસ યૂયૂ લલિતની બેંચે કહ્યું કે, આ મામલે અમારા સામે આ સિવાય શું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આગલે જ દિવસે તમે કેસ નોંધી લીધાં. નિર્ણયના એક દિવસની અંદર જ કેસ ફાઈલ થઈ ગયો. તમારી પાસે આ સુવિધા હતી કે તમે કસ્ટડીમાં લઈને પુછપરછ કરી શકો. આ મર્ડર કે પછી ખાસ કલમો હેઠળ આવનારો કેસ નથી. જેનાથી જામીનનો ઈનકાર કરી શકાય. કોર્ટે તે પણ કહ્યું કે, તીસ્તા સેતલવાડ એક મહિલા છે અને CRPCના સેક્શન 437 હેઠળ મહિલા આરોપી સારા વ્યવહારના હકદાર છે. અમે અહીં જાણવા માંગીએ છીએ કે તેમના વિરૂદ્ધ FIRનો આધાર શું છે અને કંઈ બાબતો તેમના વિરૂદ્ધ અત્યાર સુધીમાં મળી છે.


