Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના 1 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં ટેલિકોન્સલ્ટેશન સેવાઓ શરુ થશે : મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું કે દેશમાં એક લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી એક લાખ કેન્દ્રોમાં 16 એપ્રિલથી ટેલિકોન્સલ્ટેશન શરૂ થશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુવિધા દૂરના ગામડાઓમાં રહેતા લોકો માટે હશે કે જેમને આરોગ્ય નિષ્ણાતોની તબીબી સલાહની જરૂર જણાશે.આરોગ્ય મંત્રીએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારà«
દેશના 1 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં ટેલિકોન્સલ્ટેશન સેવાઓ શરુ થશે   મનસુખ માંડવિયા
Advertisement
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું કે દેશમાં એક લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી એક લાખ કેન્દ્રોમાં 16 એપ્રિલથી ટેલિકોન્સલ્ટેશન શરૂ થશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુવિધા દૂરના ગામડાઓમાં રહેતા લોકો માટે હશે કે જેમને આરોગ્ય નિષ્ણાતોની તબીબી સલાહની જરૂર જણાશે.
આરોગ્ય મંત્રીએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWCs), ટેલિકોન્સલ્ટેશન સેવાઓ અને ઇમરજન્સી દરમિયાન કરવામાં આવેલી ભૌતિક અને નાણાકીય સેવાની કામગીરીની સમીક્ષા કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.  
ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “ઈ-સંજીવની વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલી સસ્તી અને સુલભ આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે.  ઘણા રાજ્યોમાં લોકો ઈ-સંજીવનીના ફાયદાઓને ઝડપથી ઓળખી શક્યા છે. જેના કારણે આરોગ્ય સેવાઓ મેળવવાની આ ડિજિટલ મોડલિટીને વ્યાપક રીતે અપનાવવા પ્રોત્સાહક વલણ જોવા મળી રહ્યું છે''.


AB-HWCs આરોગ્ય મેળાઓ
આરોગ્ય મંત્રીએ તમામ એચડબલ્યુસીમાં 17 એપ્રિલે યોજાનાર યોગ સત્રો ઉપરાંત 18-22 એપ્રિલ દરમિયાન યોજાનાર AB-HWCs આરોગ્ય મેળાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે સલાહ આપી હતી. 
“પ્રથમ દિવસે, એટલે કે 16મી એપ્રિલ 2022નાં રોજ ઉજવણીનું જીવંત પ્રસારણ 75,000 થી વધુ AB-HWCમાં પ્રાથમિક આરોગ્ય ટીમના સભ્યો અને ટેલીકન્સલ્ટેશન દ્વારા સેવાઓ મેળવનાર નાગરિકો સાથે જોડાશે.  આ ઉજવણી ભારતીય પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ (IPHS) અને પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ કેડર (PHMC) માર્ગદર્શિકાના લોન્ચનું પણ સાક્ષી બનશે.  સૌથી વધુ સંખ્યામાં ટેલિકોન્સલ્ટેશન સેવાઓનો અહેવાલ આપતા ટોચના ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ, જે રાજ્યોએ પહેલાથી જ તેમના ડિસેમ્બર 2022ના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે અને TB મુક્ત ભારત અભિયાનમાં સારું પ્રદર્શન કરનારા રાજ્યોને પણ સન્માનિત કરવામાં આવશે” એમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
જેમાં વધુ ઉમેરતા આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે 18 એપ્રિલથી, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક બ્લોકમાં AB-HWCs ખાતે બ્લોક હેલ્થ મેળાનું સમગ્ર દેશમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.  દરેક બ્લોક આરોગ્ય મેળો એક દિવસનો હશે અને રાજ્યના દરેક બ્લોકને આવરી લેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.

×