પુલવામાં પકડાયું આંતકનું ટેરર મોડયુલ, આતંકીઓને મદદ કરનારા 6 ઝડપાયા
પુલવામાં પોલીસે ટેરર મોડયુલનો ભાંડો ફોડયો છે. પોલીસે આતંકી સંગઠન લશ્કરે તૈયબાથી જોડાયેલા 6 મદદગારોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાંબહાર આવ્યું છે કે આરોપીઓ રાશન અને આશ્રય પ્રદાન કરવા અને યુવાઓને હાઇબ્રિડ આતંકીઓ તરીકે કાર્ય કરવાના કાવતરામાં સામેલ હતા. આ મદદગારોમાં લેલ્હાર કાકાપોરાના રહેવાસી રઉફ અહેમદ લોન ઉર્ફે અમજીદ, પંપોરના આકીબ મકબૂલ ભટ, લારવે કાક
Advertisement
પુલવામાં પોલીસે ટેરર મોડયુલનો ભાંડો ફોડયો છે. પોલીસે આતંકી સંગઠન લશ્કરે તૈયબાથી જોડાયેલા 6 મદદગારોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાંબહાર આવ્યું છે કે આરોપીઓ રાશન અને આશ્રય પ્રદાન કરવા અને યુવાઓને હાઇબ્રિડ આતંકીઓ તરીકે કાર્ય કરવાના કાવતરામાં સામેલ હતા.
આ મદદગારોમાં લેલ્હાર કાકાપોરાના રહેવાસી રઉફ અહેમદ લોન ઉર્ફે અમજીદ, પંપોરના આકીબ મકબૂલ ભટ, લારવે કાકપોરાના જાવેદ અહમદ ડાર, પરિગામના અર્શીદ અહમદ મીર તથા રમીજ રાજા અને લારવે કાકપોરાના મોહી ઉદ્દીન ડાર સામેલ છે. પોલીસ તમામની પુછપરછ કરી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આતંકી સહયોગી આતંકવાદીઓને રાશન આપવા, આશ્રય આપવા તથા આતંક માટે પૈસાની ગોઠવણ કરવા ઉપરાંત આવાગમનની વ્યવસ્થા કરવાની સાથે સાથે યુવાઓને હાઇબ્રિડ આંતકવાદીઓના રુપમાં કાર્યકરવા માટે સમજાવવાના કાર્યમાં સામેલ હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે તમામ સેદરગુંડ કાકાપોરાના આતંકી રિયાઝ અહમદ ડાર ઉર્ફે ખાલીદ ઉર્ફે સિરાજ સાથે લગાતાર સંપર્કમાં હતા અને તેના નિર્દેશ પર જીલ્લામાં આતંકવાદી પ્રવૃત્તી વધારવાનું કામ કરી રહ્યા હતા.


