સોમાલિયાના મોગાદિશુની હયાત હોટલ પર આતંકી હુમલો, 15ના મોત
આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ સોમાલિયામાં એક હોટલ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોગાદિશુની છે જ્યાં બંદૂકધારીઓએ હયાત હોટલ પર ગોળીબાર કર્યો અને બે કારમાં વિસ્ફોટ કર્યો હતો. અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે.સ્થાનિક સુરક્ષા અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ હજુ પણ હોàª
Advertisement
આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ સોમાલિયામાં એક હોટલ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોગાદિશુની છે જ્યાં બંદૂકધારીઓએ હયાત હોટલ પર ગોળીબાર કર્યો અને બે કારમાં વિસ્ફોટ કર્યો હતો. અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
સ્થાનિક સુરક્ષા અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ હજુ પણ હોટલ હયાતની અંદર છે અને સુરક્ષા દળો સાથે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે હોટેલ હયાત પર હુમલાની માહિતી મળતાં જ સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા, જેના પગલે જેહાદી જૂથના લડવૈયાઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. આ બંદૂકધારીઓ હયાત હોટલમાં પ્રવેશ્યા તેની એક મિનિટ પહેલા જ જોરદાર વિસ્ફોટ થયો હતો.
સુરક્ષા દળો અને જેહાદી જૂથ લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં મોગાદિશુના ગુપ્તચર વડા મુહિદ્દીન મોહમ્મદ સહિત બે સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા. ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર, પ્રથમ વિસ્ફોટની થોડીવાર પછી બીજો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોને કારણે સુરક્ષા દળોના કેટલાક સભ્યો અને નાગરિકો ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે, ઘટના બાદથી આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે આ સમગ્ર ઘટનાની જવાબદારી સ્વીકારી છે. અલ-શબાબ હુમલાખોરોનું એક જૂથ મોગાદિશુમાં હોટેલ હયાતમાં પ્રવેશ્યું છે અને હાલમાં ફાયરિંગ કરી રહ્યું છે તેમ આતંકવાદી જૂથે તેની સમર્થક વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે સોમાલિયા સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનનો આ પહેલો હુમલો નથી. આ પહેલા પણ આ આતંકી સંગઠન અનેક ભયાનક વિસ્ફોટો કરી ચુક્યું છે.


