Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાશ્મીરી પંડિત પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર, છેલ્લા 24 કલાકમાં 7 લોકોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે સાંજે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કાશ્મીરી પંડિતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.javascript:nicTemp(); મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચà
કાશ્મીરી પંડિત પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર 
છેલ્લા 24 કલાકમાં 7 લોકોને કર્યા ઠાર
Advertisement

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં
સોમવારે સાંજે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો.
ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કાશ્મીરી
પંડિતને
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને
વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Jammu & Kashmir | Terrorists fired upon a civilian in Chotogam area of Shopian district; civilian shifted to a hospital. Area has been cordoned off by security forces: Police

— ANI (@ANI) April 4, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

મળતી માહિતી મુજબ
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચિત્રગામમાં
સોમવારે સાંજે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સોનુ કુમાર બાલજી પર ગોળીબાર કર્યો હતો.
આ હુમલામાં બલજીને ત્રણ ગોળી લાગી હતી. ગંભીર હાલતમાં ઘાયલોને સારવાર માટે
શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
વ્યવસાયે મેડિકલ
સ્ટોર ઓપરેટર સોનુ કુમાર બલજીએ કાશ્મીરમાંથી પંડિતોના વિસ્થાપન દરમિયાન પણ ખીણ
છોડ્યું ન હતું. બલજી છેલ્લા
30 વર્ષથી કાશ્મીરમાં રહેતો હતો.

Advertisement

આ સિવાય ખીણમાં છેલ્લા 24 કલાક દરમિયાન આતંકવાદીઓ દ્વારા 7 લોકોને ઠાર કરવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં પુલવામામાં 4 બિન-સ્થાનિક મજૂરો, શ્રીનગરમાં 2 CRPF જવાન અને હવે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિત ઘાયલ થયા છે.


શ્રીનગરના લાલ ચોકના મૈસુમા વિસ્તારમાં થયો
હતો. જ્યાં આતંકવાદીઓએ બે
CRPF જવાનોને ગોળી મારી દીધી. ત્યારબાદ તે બંને જવાનોને ગંભીર
હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એક જવાનનું મૃત્યુ થયું છે.
આતંકી હુમલા બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આતંકીઓને પકડવા માટે સર્ચ
ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં
CRPFના અન્ય બે જવાન પણ ઘાયલ થયા છે.


આ સિવાય બીજો હુમલો પુલવામાના લાજુરાહ ગામમાં થયો છે. જ્યાં
આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી લોકો પર ગોળીબાર કર્યો હતો. બંને ઘાયલ નાગરિકોને
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ વિસ્તારમાં પણ નાકાબંધી કરી દીધી છે અને
હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહી છે. આતંકવાદી હુમલા પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું
કે હું ફરજ દરમિયાન શહીદ થયેલા
CRPF
જવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત
કરું છું. તથા ઘાયલ જવાન સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.


આ સિવાય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ
રેખા (એલઓસી) નજીકના એક ગામમાં આતંકવાદીના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને
હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નિવેદન અનુસાર જવાનોને બે એકે-
47 રાઈફલ, બે એકે-47 મેગેઝિન, એક 223 બોરની એકે આકારની બંદૂક અને મેગેઝિન, એક ચાઈનીઝ પિસ્તોલ અને મેગેઝિન, એકે-47ના 63 રાઉન્ડ, 223 બોરની બંદૂકના 20
રાઉન્ડ અને ચાઈનીઝ બંદૂક મળી છે.
પિસ્તોલના ચાર રાઉન્ડ મળી આવ્યા હતા.

Tags :
Advertisement

.

×