Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બરવાળા લઠ્ઠાકાંડનો ફરાર બુટલેગર સાવલીના પરથમપુરા પાસેથી ઝડપાયો

બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસથી બચવા ફરાર થઇ ગયેલા બુટલેગર જટુભા રાઠોડને સાવલી પોલીસે પરથમપુરા ગામ પાસેથી ઝડપી લીધો હતો. બરવાળા લઠ્ઠાકાંડમાં 35થી વધુ વ્યક્તિઓના મોત થયા છે અને આરોપીઓ સામે 3 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા બુટલેગર જટુભા લાલુભા રાઠોડ પોલીસથી બચવા માટે ફરાર થઇ ગયો હતો. દરમિયાન, સાવલી પોલીસના પીએસઆઇ એ.આર.મહિડાને બà
બરવાળા લઠ્ઠાકાંડનો ફરાર બુટલેગર સાવલીના પરથમપુરા પાસેથી ઝડપાયો
Advertisement
બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસથી બચવા ફરાર થઇ ગયેલા બુટલેગર જટુભા રાઠોડને સાવલી પોલીસે પરથમપુરા ગામ પાસેથી ઝડપી લીધો હતો. 
બરવાળા લઠ્ઠાકાંડમાં 35થી વધુ વ્યક્તિઓના મોત થયા છે અને આરોપીઓ સામે 3 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા બુટલેગર જટુભા લાલુભા રાઠોડ પોલીસથી બચવા માટે ફરાર થઇ ગયો હતો. દરમિયાન, સાવલી પોલીસના પીએસઆઇ એ.આર.મહિડાને બાતમી મળી હતી કે ફરાર બુટલેગર જટુભા રાઠોડ સાવલીના પરથમપુરા ગામમાં તેના સગાને ત્યાં આવવાનો છે.
બાતમીના આધારે પોલીસની ટીમ પરથમપુરા ગામમાં પહોંચી હતી અને બિપીન ઉદેસિંહ પરમારના ઘરના ઓટલા પર બેઠેલા શંકાસ્પદ શખ્સને દબોચી લીધો હતો. પુછપરછમાં તેનું નામ જટુભા લાલુભા રાઠોડ (રહે, રાણપુરી) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસમાં ગુનો નોંધાયા બાદ તે પોલીસથી બચવા માટે તેની સાસરી પરથમપુરા ગામમાં આવી ગયો હતો. પોલીસે તેની અટકાયત કરીને બોટાદ પોલીસને સોંપી દીધો હતો. બુટલેગર જટુભા રાઠોડ સામે ફરિયાદમાં નામ હોવાથી તે ભાગી છુટ્યો હતો અને મંગળવારે બપોરે જ પરથમપુરા ગામમાં આવ્યો હતો. ફરાર આરોપીઓને પકડવા માટે રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ છે ત્યારે સાવલી પોલીસને મહત્વની સફળતા મળી હતી. 
Tags :
Advertisement

.

×