Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપ નેતાના પુત્ર પર મહિલાઓનો રોષ, રસ્તા વચ્ચે પોલીસની ગાડી રોકીને માર માર્યો

અંકિતા ભંડારી હત્યા કેસ( Ankita Bhandari murder case) માં આજે  પોલીસ પૌડી ગઢવાલ જિલ્લામાં અંકિતા ભંડારી હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે કોટમાં લઈ જઈ રહી હતી. લોકોએ પોલીસની ગાડી રોકી અને ત્રણેય આરોપીઓન સાથે મારપીટ કરી. અંકિતા ભંડારી યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. જેના નિર્દેશક ભાજપના નેતા( BJP leader's son)ના પુત્ર પુલકિત આર્ય(Pulkit Arya) હતા. અંકિતા ભંડારી હત્યા ક
ભાજપ નેતાના પુત્ર પર મહિલાઓનો રોષ  રસ્તા વચ્ચે પોલીસની ગાડી રોકીને માર માર્યો
Advertisement
અંકિતા ભંડારી હત્યા કેસ( Ankita Bhandari murder case) માં આજે  પોલીસ પૌડી ગઢવાલ જિલ્લામાં અંકિતા ભંડારી હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે કોટમાં લઈ જઈ રહી હતી. લોકોએ પોલીસની ગાડી રોકી અને ત્રણેય આરોપીઓન સાથે મારપીટ કરી. અંકિતા ભંડારી યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. જેના નિર્દેશક ભાજપના નેતા( BJP leader's son)ના પુત્ર પુલકિત આર્ય(Pulkit Arya) હતા. 


પત્રકારો સાથે પણ દુર્વ્યવહાર 
ઉત્તરાખંડમાં અંકિતા હત્યા કેસના આરોપી પુલકિત આર્ય, અંકિત અને સૌરભ ભાસ્કર સાથે  લોકોએ મારપીટ કરી છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા કોટ લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન સેંકડો ગ્રામજનોએ બેરેજ પુલ આગળ કોડિયામાં પોલીસની ગાડીને રોકી હતી. આ દરમિયાન ગ્રામજનોએ મામલાને કવર કરી રહેલા પત્રકારો સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો અને તેમના મોબાઈલ છીનવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે અંકિતા ભંડારી પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી.
Advertisement

પોલીસ અને SDRFની ટીમનું સર્ચ ઓપરેશન
તેને ગંગામાં પહાડી નીચે ધકેલીને મારી નાખવામાં આવ્યો હતો. અંકિતાની લાશ હજુ સુધી મળી નથી. પોલીસ અને SDRFની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. ગુમ થયેલાની શોધ માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચાલી રહ્યું હતું.જોકે18 સપ્ટેમ્બરે તેની હત્યા થવાનું સામે આવ્યું છે.

18મીએ રાત્રે હત્યા કરવામાં આવી
આ કેસમાં આરોપીની ધરપકડ બાદ પોલીસે જણાવ્યું કે અંકિતાની 18મીએ રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ભાજપના નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા પુલકિત આર્યના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી.

24 કલાકમાં ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ
આ કેસમાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, "રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે તે જ દિવસે નિયમિતરીતે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ."
પોલીસ અમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યી છે
રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ પોલીસને જણાવ્યું, "રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી એક અલગ રૂમમાં રહેતી હતી. તે થોડા દિવસોથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી. આ કારણે 18 સપ્ટેમ્બરે તે તેને ઋષિકેશ ફરવા લઈ ગયા હતા. તેણે આગળ કહ્યું, "ત્યાંથી મોડી રાત્રે પરત ફર્યા. આ પછી બધા રિસોર્ટમાં બનાવેલા અલગ-અલગ રૂમમાં સૂઈ ગયા. પરંતુ, 19 સપ્ટેમ્બરની સવારે અંકિતા તેના રૂમમાંથી ગાયબ હતી."
 
Advertisement
Tags :
Advertisement

.

×