Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ, EDએ આ કેસમાં કાર્યવાહી કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એજન્સીએ આરોગ્ય પ્રધાનની 4 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરી હતી. સત્યેન્દ્ર જૈન પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ હતો અને ED પાસે તેમની સામે પૂરતા પુરાવા છે.અપ્રમાણસર સંપત્તિના કેસમાં સત્યેન્દ્ર જૈનનું નામ પણ સામે આવ્યું à
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ  edએ આ કેસમાં કાર્યવાહી કરી
Advertisement
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એજન્સીએ આરોગ્ય પ્રધાનની 4 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરી હતી. સત્યેન્દ્ર જૈન પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ હતો અને ED પાસે તેમની સામે પૂરતા પુરાવા છે.
અપ્રમાણસર સંપત્તિના કેસમાં સત્યેન્દ્ર જૈનનું નામ પણ સામે આવ્યું છે. આરોપ છે કે તેમણે કોલકાતા સ્થિત કંપની દ્વારા બેનામી સંપત્તિ ઊભી કરી હતી. સત્યેન્દ્ર પર આરોપ છે કે તેમણે આ શેલ કંપનીની મદદથી પોતાની બેનામી સંપત્તિઓને વ્હાઇટ મનીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ બાદ દિલ્હીની AAP સરકાર સવાલોના ઘેરામાં છે. આ પહેલા પણ દિલ્હીના કેટલાક મંત્રીઓ પર ગંભીર આરોપો લાગ્યા છે. AAP નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ હિમાચલ ગુમાવી રહી છે, તેથી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો તેમણે આરોપ લગાવ્યો કે જૈન વિરુદ્ધ 8 વર્ષથી નકલી કેસ ચાલી રહ્યો છે અને ઘણી વખત તેમને ફોન કરીને પૂછપરછ કરવામાં આવી છે અને હવે કંઈ મળ્યું ન હોવાથી ફોન કરવાનું પણ બંધ કરી દીધું છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે જે લોકો ખોટું કરે છે તેમની સામે પગલાં લેવાનું નિશ્ચિત છે. પરંતુ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે કેન્દ્ર સરકારની એજન્સીઓ પર વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે તે તમામ ભાજપના ઈશારે કામ કરી રહી છે.
Tags :
Advertisement

.

×