Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભૂખ

કેટલાક દિવસથી મહોલ્લામાં વ્યાપ્ત ડરનો માહોલ આજે ચરમસીમા પર હતો. એના અવાચક નિશ્ચેત પડેલા શરીરને જોઈ લોકોમાં ધીમો ગણગણાટ પણ હતો:'આને ચુડેલ ભરખી ગઈ.. ''ચુડેલનો શિકાર બની ગયો..' વગેરે..'ગામમાં અને ખાસ એ લોકોના મહોલ્લામાં ચુડેલ ફરી રહી છે એવી વાતો સાંભળી એણે પણ બીજા બધાની જેમ ડરના માર્યા એના દરવાજાની બહાર 'કાલે આવજે' એમ લખ્યું તું.. છતાં, આજે એના શરીરને 'ચુડેલ' ભરખી ગઈ હતી.. ! ભૂખ ક્યાં કદી કોઈન
ભૂખ
Advertisement
કેટલાક દિવસથી મહોલ્લામાં વ્યાપ્ત ડરનો માહોલ આજે ચરમસીમા પર હતો. 
એના અવાચક નિશ્ચેત પડેલા શરીરને જોઈ લોકોમાં ધીમો ગણગણાટ પણ હતો:
"આને ચુડેલ ભરખી ગઈ.. "
"ચુડેલનો શિકાર બની ગયો..' વગેરે.."
ગામમાં અને ખાસ એ લોકોના મહોલ્લામાં ચુડેલ ફરી રહી છે એવી વાતો સાંભળી એણે પણ બીજા બધાની જેમ ડરના માર્યા એના દરવાજાની બહાર 'કાલે આવજે' એમ લખ્યું તું.. 
છતાં, આજે એના શરીરને 'ચુડેલ' ભરખી ગઈ હતી.. ! 
ભૂખ ક્યાં કદી કોઈની સગી થઈ છે..!
-આરતી રાજપોપટ
Tags :
Advertisement

.

×