Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવુડનું આ પાવર કપલ આજે તેમની 49મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યું છે

આજે બિગ બી અને જયા બચ્ચનના લગ્નના 49 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન અને જયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના  સૌથી દમદાર કપલ્સમાંથી એક છે. બંનેની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની વાર્તા એટલી ફિલ્મી છે કે તેના પર અલગથી ફિલ્મ પણ બની શકે છે. આજે તેમના લગ્નને 49 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન જયા બચ્ચન વેડિંગ એનિવર્સરી છે. આ ખાસ અવસર પર લોકો સવારથી જ અમિતાભ અને જયા બચ્ચનને અભિનંદન આપી રહ્યાં છે.  સાàª
બોલિવુડનું આ પાવર કપલ આજે તેમની 49મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યું છે
Advertisement
આજે બિગ બી અને જયા બચ્ચનના લગ્નના 49 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન અને જયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના  સૌથી દમદાર કપલ્સમાંથી એક છે. બંનેની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની વાર્તા એટલી ફિલ્મી છે કે તેના પર અલગથી ફિલ્મ પણ બની શકે છે. આજે તેમના લગ્નને 49 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન જયા બચ્ચન વેડિંગ એનિવર્સરી છે. આ ખાસ અવસર પર લોકો સવારથી જ અમિતાભ અને જયા બચ્ચનને અભિનંદન આપી રહ્યાં છે.  સાથે જ ફેન્સ આ કપલ્સ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. બિગ બી અને જયા બચ્ચન માટે આજનો દિવસ ખાસ છે તો આ ખાસ અવસર પર બોલિવુડના આ પાવર કપલની લવ સ્ટોરી સાથે જોડાયેલી ખાસ અને ફની વાતો.

આ નામથી પત્ની જયા બચ્ચનનો નંબર ફોનમાં સેવ કર્યો
કૌન બનેગા કરોડપતિ શો દરમિયાન, અમિતાભ બચ્ચને એક સ્પર્ધક દ્વારા પૂછવામાં આવતા બીગ બીએ પત્ની જયા બચ્ચન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. શોમાં અમિતાભ બચ્ચને જ્યારે પૂછવામાં આવ્યું ક કે તેઓ પોતાના ફોનમાં જયાના નંબરને કયા નામથી સેવ કરે છે. તો તેમણે કહ્યું કે લાંબા સમયથી તેમણે જયાનું નામ તેના ફોનમાં જેબી તરીકે સેવ રાખ્યું છે.

બિગ બી વિશેની ગોસિપ પર જયા બચ્ચનની પ્રતિક્રિયા
જયા બચ્ચને એકવાર સિમી ગ્રેવાલના શોમાં વાત કરી હતી કે તે બિગ બી સાથે જોડાયેલી ગોસિપ્સ વાંચીને ક્યારે નારાજ થઈ જાય છે?  કે આ શું  તે વાંચ્યા કે સાંભળ્યા બાદ બીગ બી સામે સવાલોની ભરમાળ મૂકે છે? આ વાત પર પર જયા બચ્ચનનો જવાબ હતો કે તે આવું કરવું જરૂરી નથી માનતા. ચોથા વ્યક્તિએ શું લખ્યું છે તેના પર તે ક્યારેય બિગ બીને પ્રશ્નો પૂછતા નથી કારણ કે તે પોતે પણ તે જ ક્ષેત્રમાં છે અને તેથી આવી બાબતોને સારી રીતે સમજે છે. 

મેગેઝિનમાં જયાને જોઈને પ્રભાવિત થયા
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પહેલીવાર 1970માં પૂણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતા. જયાનું ધ્યાન તે સમયે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ પર ગયું પરંતુ કંઈ ખાસ વાત ન થઇ. તે સમયે જયા જાણીતા અભિનેતા હતા અને તે સમયે અમિતાભ સંઘર્ષ કરી રહ્યા હતા. જયા બચ્ચનને એક મેગેઝીનના કવર પર જોઈને અમિતાભ બચ્ચન તમનાથી પ્રભાવિત થયા હતા. જોકે, ફિલ્મ ગુડ્ડી દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી

શું બિગ બીએ લગ્નની ઉતાવળ કરી હતી?
ખુદ અમિતાભ બચ્ચને પણ પોતાના લગ્ન સાથે જોડાયેલ એક રમુજી કિસ્સો સંભળાવ્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ફિલ્મ ઝંજીર હિટ થતાં જ અમિતાભ બચ્ચન અને કેટલાક મિત્રોએ સાથે મળીને લંડન જવાનો પ્લાન બનાવ્યો હતો. બિગ બીએ જ્યારે પોતાના પિતા હરિવંશરાય બચ્ચન પાસે પરમિશન લેવા આવ્યા ત્યારે તેઓ વાતવાતમાં ફસાઈ ગયા. બિગ બીના કહેવા પ્રમાણે, જ્યારે તેમના પિતાએ તેમને પૂછ્યું કે આ ટ્રિપ પર કોણ કોણ જશે તો તેમણે સ્પષ્ટપણે જયા અને અન્ય મિત્રો સાથે આવશે તેમ જણાવ્યું હતું. જયાનું નામ સાંભળીને બિગ બીના પિતાએ કહ્યું કે તમે લગ્ન વિના ક્યાંય સાથે જઈ શકશો નહીં. બિગ બીના પિતાએ સ્પષ્ટ કહ્યું કે પહેલા લગ્ન કરો અને પછી જયા સાથે લંડન જાવ. તેથી લંડન જતા પહેલા બિગ બી અને જયાએ ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા.

ટ્વિટર પર લોકોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર 
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની મેરેજ એનિવર્સરીના અવસર પર બિગ બીએ ટ્વિટર પર લોકોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે. અમિતાભ બચ્ચને પોતાના લગ્નની તસવીર પણ પોસ્ટ કરી છે. એક અન્ય ફોટો છે જેમાં તે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. તેમની આ પોસ્ટ પર લોકો શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનના લગ્ન 3 જૂન 1973ના રોજ થયા હતા. લગ્નને 49 વર્ષ થઈ ગયા.
અમિતાભ બચ્ચનની પોસ્ટને અભિનંદન આપવાની સાથે લોકોએ કેટલીક રસપ્રદ પોસ્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, અભિનંદન. સાહેબ, પહેલા જયાજીનો સ્વભાવ સરળ હતો. તમે ફિલ્મોમાં તમે એંગ્રીયંગમેન હતા. હવે જયાજી ગુસ્સાવાળા થઈ ગયા છે અને તમે વધુ નમ્ર અને સમજદાર બની ગયા છો. સાથે જ અમિતાભ બચ્ચનના ફોલોઅર્સે પણ સુંદર કોલાજ બનાવીને શેર કર્યા છે.
Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×