Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેદારનાથ મંદિરમાં કપલ પોતાના ડોગ સાથે પહોંચ્યું, વાયરલ થયો વિડીયો

કેદારનાથ મંદિર પાંડવોએ બનાવ્યું હોવાનું મનાય છે અને કહેવાય છે કે પાંડવો જ્યારે સ્વર્ગમાં જવા નિકળ્યા ત્યારે તેમની સાથે એક કૂતરો પણ હતો. યુધિષઠીર તે સ્વામી ભક્ત કૂતરાને એટલો પ્રેમ કરતા હતા કે તેને પોતાની સાથે સ્વર્ગ લઇ જવા માંગતા હતા પણ અત્યારે પાંડવો દ્વારા જ બનાવાયેલા આ કેદારનાથ મંદિરમાં એક કૂતરો આવી જતાં ભારે ચર્ચા ઉભી થઇ છે. વીતેલા કેટલાક દિવસોથીી સોશિયલ મીડિયામાં એક વિડીàª
કેદારનાથ મંદિરમાં કપલ પોતાના ડોગ સાથે પહોંચ્યું  વાયરલ થયો વિડીયો
Advertisement
કેદારનાથ મંદિર પાંડવોએ બનાવ્યું હોવાનું મનાય છે અને કહેવાય છે કે પાંડવો જ્યારે સ્વર્ગમાં જવા નિકળ્યા ત્યારે તેમની સાથે એક કૂતરો પણ હતો. યુધિષઠીર તે સ્વામી ભક્ત કૂતરાને એટલો પ્રેમ કરતા હતા કે તેને પોતાની સાથે સ્વર્ગ લઇ જવા માંગતા હતા પણ અત્યારે પાંડવો દ્વારા જ બનાવાયેલા આ કેદારનાથ મંદિરમાં એક કૂતરો આવી જતાં ભારે ચર્ચા ઉભી થઇ છે. 
વીતેલા કેટલાક દિવસોથીી સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે જેમાં એક કૂતરાને તેનો માલિક કેદારનાથ મંદિરમાં નંદીના ચરણ સ્પર્શ કરાવે છે. લોકો કૂતરાને ચરણ સ્પર્શ કરાવવા બદલ નારાજ છે. આ મામલે બદરી કેદાર મંદિર કમિટીએ તેના પર કાનૂની કાર્યવાહી કરવાની પણ માગ કરી છે અને મંદિરના અદ્યક્ષના કહેવાથી કમિટી દ્વારા એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. 
વાસ્તવમાં આ કૂતરો નોઇડામાં રહેનારા હિમ્શી ત્યાગીનો છે. વાયરલ વિડીયોમાં હિમ્શીના પતિ રોહન ત્યાગી ઉર્ફે વિકાસ કૂતરા સાથે જોવા મળે છે. કૂતરો રશિયન હસ્કી બ્રીડનો છે. હિમ્શીએ કહ્યું કે અમે અમારી પુત્રની જેમ રાખીએ છીએ અને તેનું નામ પણ નવાબ ત્યાગી કૂતરો છે. 
નવાબ ચાર મહિનાનો છે. હિમ્શીએ 2018માં તેને બેંગલોરથી મંગાવ્યો હતો અને તેમાં 1 લાખ રુપિયાનો ખર્ચો કર્યો હતો જેમાં ફ્લાઇટનો ખર્ચ પણ સામેલ છે. ત્યારે નવાબ ફક્ત 50 દિવસનો જ હતો. 
આમ તો પહેલાથી જ નવાબ કૂતરો ચર્ચામાં છે. ટિકટોક પર હિમ્શીનું વેરીફાઇડ પેજ હતું અને ઇન્સ્ટાગ્રામ પર તેના 76 હજારથી વધુ ફોલોઅર છે. તેમના કહેવા મુજબ તેમનો કૂતરો ભારતમાં પેરાગ્લાઇડીંગ કરનારો પહેલો કૂતરો છે. જેના વિડીયો પણ વાયરલ થયેલા છે અને આ સિવાય પણ તે ઘણા સ્થળે ફર્યો પણ છે. 
જો કે હિમ્શી અત્યારે સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલીંગથી પરેશાન છે. તેમણે કહ્યું કે આ બધુ સોશિયલ મીડિયા પર જ થઇ રહ્યું છે પણ વાસ્તવમાં કેદારનાથમાં લોકોએ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું. નવાબ અગાઉ પણ ઘણા મંદિરોમાં ગયો હતો પણ કેદારનાથ મોટુ મંદિર છે. ભીડ અને સિક્યોરીટી વધુ હોય છે. તેમને ડર હતો કે કેદારનાથમાં એન્ટ્રી નહી મળે તો શું થશે. કારણ કે તેઓ કેદારનાથ 16 કિમી ચાલીને પહોંચ્યા હતા. 
કેદારનાથમાં તમામે તેમના કૂતરાને પ્રેમ કર્યો હતો અને કોઇ તેનાથી ડરતું ન હતું. તેની સાથે ફોટો પણ પડાવ્યા અને ભક્તોની સાથે પુજારીએ પણ સારો વર્તાવ કર્યો હતો. કેટલાક તો નવાબના પગમાં પડ્યા હતા અને કહ્યું કે તે ભૈરવ બાબાનું સ્વરુપ છે. તેમણે કહ્યું કે તે દિવસે કૂલ ત્રણ કૂતરા કેદારનાથના દર્શને ગયા હતા અને તેમાં બે હસ્કી અને એક લેબ્રા બીડનો ડોગ હતો. લેબ્રા ડોગ કાળા રંગનો હતો અને કેટલાકે તો કહ્યું કે તે શનિદેવનું રુપ છે અને તેને અહી જ છોડીને જાવ 
હિમ્શીએ કહ્યું કે વીડિયોઝ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેમને ધમકી મળી રહી છે અને કેટલાક ટ્રોલર્સ કહે છે કે તેમને ઉત્તરાખંડમાં ઘુસવા નહી દઇએ. પણ તેમણે કંઇ ખોટુ કર્યું નથી અને તેમને રોકવા વાળા આ લોકો કોણ છે. તે અને તેમના પતિ સોસાયટીના અન્ય કૂતરાની પણ સારસંભાળ રાખે છે અને 6 કૂતરાને તેમણે પારગો બિમારીથી બચાવ્યા છે જે કૂતરા માટે ખતરનાક માનવામાં આવે છે. 
Tags :
Advertisement

.

×