જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં કોર્ટે આરોપી લખન વર્મા અને રાહુલ વર્માને દોષિત ઠેરવ્યા
જજ ઉત્તમ આનંદની પુણ્યતિથિ પર સીબીઆઈના સ્પેશિયલ જજ રજનીકાંત પાઠકે આજે આ મોટા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. ધનબાદ જિલ્લા સેશન જજ ઉત્તમ આનંદ હત્યા કેસને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આજે જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં આરોપી લખન વર્મા અને રાહુલ વર્માને કોર્ટે કલમ 302 અને 201 હેઠળ દોષિત જાહેર કર્યા છે. જજ ઉત્તમ આનંદની પુણ્યતિથિ પર CBI સ્પેશિયલ જજ રજનીકાંત પાઠકે આજે આ મોટા કેસમાં પોતાનો ચુકાà
Advertisement
જજ ઉત્તમ આનંદની પુણ્યતિથિ પર સીબીઆઈના સ્પેશિયલ જજ રજનીકાંત પાઠકે આજે આ મોટા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. ધનબાદ જિલ્લા સેશન જજ ઉત્તમ આનંદ હત્યા કેસને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આજે જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં આરોપી લખન વર્મા અને રાહુલ વર્માને કોર્ટે કલમ 302 અને 201 હેઠળ દોષિત જાહેર કર્યા છે. જજ ઉત્તમ આનંદની પુણ્યતિથિ પર CBI સ્પેશિયલ જજ રજનીકાંત પાઠકે આજે આ મોટા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જો કે, આ કેસમાં બંને દોષિતોની સજાની જાહેરાત 6 ઓગસ્ટે કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, 28 જુલાઈ 2021ના રોજ સવારે ઓટોની ટક્કરથી જજનું મોત થયું હતું. આ કેસમાં ધનબાદના વિશેષ સીબીઆઈ જજ રજનીકાંત પાઠકની અદાલતે આ કેસની ઝડપી સુનાવણી હાથ ધરી હતી અને માત્ર પાંચ મહિનામાં 58 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. મંગળવારે સુનાવણી બાદ કોર્ટે ચુકાદાની તારીખ 28 જુલાઈ 2022 નક્કી કરી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈની ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓફિસર પીપી અમિત જિંદાલે ચાર્જશીટમાં કુલ 169 સાક્ષીઓમાંથી 58 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. સીબીઆઈએ દાવો કર્યો છે કે આરોપી લખન વર્મા અને રાહુલ વર્માએ જજ ઉત્તમ આનંદને જાણી જોઈને ટક્કર મારી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સુપ્રિમ કોર્ટ અને ઝારખંડ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો કરી હતી
જજ ઉત્તમ આનંદની 28 જુલાઈ 21ની સવારે હત્યા કરવામાં આવી હતી. તે મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. ધનબાદના રણધીર વર્મા ચોકમાં 5:8 મિનિટે તેમને એક ઓટોએ ટક્કર મારી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું હતું કે આ કોઇ અકસ્માત ન હતો, પણ જજ ઉત્તમ આનંદને જાણી જોઈને ટક્કર મારવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટ અને ઝારખંડ હાઈકોર્ટે આ ઘટના મુદ્દે સ્વતઃ સંજ્ઞાન લીધી હતી.
સીબીઆઈ 4 ઓગસ્ટથી આ કેસની તપાસ કરી રહી હતીઝારખંડ સરકારની ભલામણ પર આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને આપવામાં આવી હતી. પહેલા ઝારખંડ સરકાર દ્વારા રચાયેલી SITએ આ મામલાની તપાસ કરી. આ પછી, 4 ઓગસ્ટ 2021 ના રોજ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ 20 ઓક્ટોબરે બંને આરોપીઓ લખન વર્મા અને રાહુલ વર્મા વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. આ જ સીબીઆઈએ હત્યા ઉપરાંત ઓટો ચોરી અને મોબાઈલ ચોરીનો કેસ પણ નોંધ્યો હતો. તે જ સમયે બચાવ પક્ષના વકીલ કુમાર વિમલેન્દુ ઓટો ડ્રાઈવર લખન, રાહુલ વર્માને નિર્દોષ કહી રહ્યા હતા.


