સિંહણને બચ્ચા પજવી રહયા હતા અને પછી જુઓ શું થયું?
આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેની કોઈને ખબર હોતી નથી. તેમાં પણ આજે મોટાભાગના લોકોને પ્રાણીઓના વિડીયો વધારે પસંદ આવતા હોય છે. ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે. સિંહણ શાંતિથી જંગલની વચ્ચે પાણી પીતી જોવા મળે છે, ત્યારે જ અચાનક કંઈક એવું બને છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વિડીયોમાં દેખાત
Advertisement
આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેની કોઈને ખબર હોતી નથી. તેમાં પણ આજે મોટાભાગના લોકોને પ્રાણીઓના વિડીયો વધારે પસંદ આવતા હોય છે. ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે. સિંહણ શાંતિથી જંગલની વચ્ચે પાણી પીતી જોવા મળે છે, ત્યારે જ અચાનક કંઈક એવું બને છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વિડીયોમાં દેખાતી સિંહણની ધીરજ અને શાંત સ્વભાવ જોઈને દરેક વ્યક્તિ એક મિનિટ માટે ચોંકી જશે.
આ વાયરલ વિડીયોમાં સિંહણ શાંતિથી પાણી પીતી જોવા મળી રહી છે. તે સમય દરમિયાન જ સિંહણના નાનકડા બચ્ચા તેની પૂંછડી સાથે રમતા જોવા મળી રહયા છે.ત્યારે આવી સ્થિતિમાં પણ સિંહણ બચ્ચા પર ગુસ્સો દર્શાવવાને બદલે તેના પરિવારને ખવડાવવા માટે કઈક ગોતી રહી છે.આ દૃશ્ય ખરેખર દરેકને તેમના બાળપણની યાદ અપાવશે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયોમાં સિંહણની ધીરજ અને શાંત સ્વભાવ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોને આ વિડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે.
આ વિડીયો IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં લગભગ 16 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ વિડીયો જોયા બાદ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ સિંહણની ધીરજ અને શાંત સ્વભાવના વખાણ કરતા થાકતા નથી.
Advertisement


