શાળામાં વર્ગભેદ કે વર્ણભેદ નિવારી શકાય તે માટે યુનિફોર્મનો રિવાજ શરુ થયો
આ અગાઉ આપણે ખાનગી શાળાઓની થોડીક વાતો કરી. મોટાભાગની ખાનગી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાનો યુનિફોર્મ નક્કી કરતી હોય છે. ખાનગીકરણને કારણે શાળાઓ હરીફાઈમાં પોતાની શાળાની આગવી છાપ ઉભી કરવા માટે મોંઘા કાપડ પસંદ કરે છે અને પછી શાળા પોતે અથવા તો પોતાના કોઈ માણસને યુનિફોર્મ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપે છે. કોન્ટ્રાક્ટર તેમાં પોતાનો નફો ઉમેરીને યુનિફોર્મને બને એટલું મોંઘુ બનાવે
Advertisement
આ અગાઉ આપણે ખાનગી શાળાઓની થોડીક વાતો કરી. મોટાભાગની ખાનગી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાનો યુનિફોર્મ નક્કી કરતી હોય છે. ખાનગીકરણને કારણે શાળાઓ હરીફાઈમાં પોતાની શાળાની આગવી છાપ ઉભી કરવા માટે મોંઘા કાપડ પસંદ કરે છે અને પછી શાળા પોતે અથવા તો પોતાના કોઈ માણસને યુનિફોર્મ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપે છે. કોન્ટ્રાક્ટર તેમાં પોતાનો નફો ઉમેરીને યુનિફોર્મને બને એટલું મોંઘુ બનાવે છે. જે તે શાળા પોતાના વિદ્યાર્થીઓને એ ચોક્કસ જગ્યાએથી જ યુનિફોર્મ ખરીદવાની ફરજ પાડતા હોય વિદ્યાર્થી અને વાલીને ના છુટકે ત્યાંથી યુનિફોર્મ ખરીદવાની ફરજ પડે છે.
કેટલીક શાળાઓ તો પોતાની સ્કુલ બેગ, વોટર બેગ અને લંચ બેગ સહિતની બધી વસ્તુઓ પોતે નક્કી કરેલી દુકાનમાંથી જ ખરીદવાની પણ ફરજ પાડે છે. આવી મિલીભગતને કારણે વિદ્યાર્થી અને વાલીને મોંઘી ફી ઉપરાંત વધારાના મોંઘા ખર્ચાઓ પણ ભોગવવા પડે છે.
આમ તો ગરીબ અને તવંગર બધા જ વિદ્યાર્થી માટે એક સરખો પહેરવેશ હોય તો શાળામાં વર્ગભેદ કે વર્ણભેદ નિવારી શકાય એવા હેતુથી યુનિફોર્મનો લશ્કર અને પોલીસ ખાતામાંથી લેવાયેલો રીવાજ શાળાઓમાં પણ દાખલ કરાયો જેની પાછળનો ઉદેશ્ય ખુબ ઉમદા છે પણ ખાનગીકરણના ફૂંકાતા પવનમાં શાળાની મોંઘી ફી, મોંઘુ ટ્રાન્સપોર્ટેશન અને મોંઘા યુનિફોર્મ સહિતના મોંઘા ખર્ચાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નિરુપાય બનીને મોંઘા બનતા જતા આ શૈક્ષણિક સંજોગોને મને કમને સ્વીકારી લેતા હોય છે.


