વતનમાં વડાપ્રધાનશ્રીની વિકાસયાત્રા અવિરત, જાણો શું છે કાર્યક્રમ
કચ્છ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 28મીએ ભુજની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પ્રારંભ કરવામાં આવી છે ત્યારે ભુજીયાની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનનું નિરીક્ષણ કરી ભૂકંપગ્રસ્તોની યાદમાં બનેલા આ અનોખા પ્રવાસન ધામનું અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક બાજુ કલેકટર દ્વારા વહીવટી તંત્રની બેઠà
Advertisement
કચ્છ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 28મીએ ભુજની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પ્રારંભ કરવામાં આવી છે ત્યારે ભુજીયાની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનનું નિરીક્ષણ કરી ભૂકંપગ્રસ્તોની યાદમાં બનેલા આ અનોખા પ્રવાસન ધામનું અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક બાજુ કલેકટર દ્વારા વહીવટી તંત્રની બેઠકો યોજાઇ રહી છે, ત્યારે બીજી બાજુ કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પણ સમાંતર બેઠકો ચાલી રહી છે.
કચ્છ યુનિવર્સિટીના મેદાને યોજાશે ત્યારે સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, માંડવી તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગર સેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. આવનારા તમામ નાગરિકો માટે ખુરશીની બેઠકનુ આયોજન પણ કરવામાં આવશે. તેમજ ગામેગામ એસ ટી બસો મોકલવામાં આવશે. ત્યારે વડાપ્રધાનની કચ્છ મુલાકાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી ભૂપેન્દ્ર પટેલ 25મી ઓગસ્ટના નિરીક્ષણ માટે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ સંભવિત 28મીએ યોજાશે. ત્યારે તે પહેલાં તૈયારીઓની જાણકારી મેળવવા 25મીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભુજ આવશે. મુખ્ય પ્રધાન સૌપ્રથમ ભુજિયા સ્મૃતિવનનું નિરીક્ષણ કરશે.
સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યા બાદ તેઓ કચ્છ યુનિવર્સિટીના પાછળ સભા સ્થળે જશે અહીંથી નર્મદાના પાણીનું મોડકુબા સુધી પ્રસ્થાન કરી કચ્છની નર્મદા યોજનાના સિંચાઈના પાણીની મહત્વકાંક્ષી યોજનાનો પણ પ્રારંભ લોકાર્પણ કરશે. એવી જ રીતે અંજારમાં નિર્માણ પામેલા વીર બાળભૂમિ સ્મારક ચાંદરાણી પાસે સરહદ ડેરી દ્વારા નિર્માણ પામેલા રૂપિયા 200 કરોડના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ થી સ્મૃતી વન સુધી મોટરકારમાં કયા માર્ગે જશે એ હજુ નક્કી નથી પરંતુ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે એરપોર્ટ થી કોલેજ રોડ થઈ સ્મૃતિવન સુધીના માર્ગની સુધારણા કરવાના નિર્દેશ પણ મળ્યા છે. વિશાળ ડોમ બનાવવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવી હોવાથી લાખ લોકો સમાવેશ થઈ શકે એવો સભા મંડપ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે


