DGCA એ સ્પાઇસજેટને ફટકારી નોટિસ, 18 જ દિવસમાં 8 ઘટનાઓ પર માંગ્યો જવાબ
18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે DGCA હરકતમાં આવ્યું છે. તેમણે સતત સામે આવતી આ ઘટનાઓ પર માંગ્યો જવાબ છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આ પહેલ ગઇકાલે દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ખામી સર્જાતાં પાકિસ્તાન કરાતી ખાતે ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, સાથે જ કંડલા-મુંબઈ ફ્લાઇટમાં ટેક્નિકલ ઇશ્યુ સર્જાતાં ઈમરજન્સી લેà
Advertisement
18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે DGCA હરકતમાં આવ્યું છે. તેમણે સતત સામે આવતી આ ઘટનાઓ પર માંગ્યો જવાબ છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આ પહેલ ગઇકાલે દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ખામી સર્જાતાં પાકિસ્તાન કરાતી ખાતે ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, સાથે જ કંડલા-મુંબઈ ફ્લાઇટમાં ટેક્નિકલ ઇશ્યુ સર્જાતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
છેલ્લાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA કડક પગલાં ભરતા સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. ગઇકાલે દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્ર મુંબઇમાં લેન્ડ કરવામાં આવી હતી.
સ્પાઇસ જેટને કારણ દર્શક નોટિસ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટને નોટિસ મોકલી છે. કારણકે છેલ્લા 18 દિવસમાં 8 ઘટનાઓ બાદ DGCAએ સ્પાઇસજેટને કારણ દર્શક નોટિસ આપી કરી છે. જેમાં છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલુ છે.
સ્પાઈસ જેટ એરલાઈન પાછલાં 3 વર્ષથી નુકાશની
નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઇસજેટને 2018-19માં રૂ. 316 કરોડ, 2019-2020માં રૂ. 934 કરોડ અને 2020-21માં રૂ. 998 કરોડનું નુકસાન થયું હતું. ઉડ્ડયન ક્ષેત્ર કોરોના રોગચાળામાંથી બેઠું થઈ રહ્યું છે. એવિએશન કન્સલ્ટિંગ ફર્મ CAPA એ 29 જૂનના રોજ જણાવ્યું હતું કે, ભારતીય એરલાઇન્સની ખોટ 2021-22માં $3 બિલિયનથી ઘટીને 2022-23માં $1.4 અને 1.7 બિલિયનની વચ્ચે આવી શકે છે. સાથે જ ભારતીય એરલાઇન્સની ખોટ 2021-22માં $3 બિલિયનથી ઘટીને 2022-23માં $1.4 અને 1.7 બિલિયનની વચ્ચે આવી શકે છે.
Advertisement


