Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નગરપાલિકાના આંતરિક અસંતોષ મુદે જિલ્લા ભાજપે પણ હાથ ખંખેર્યા, હવે શુ, નારાજગી દુર થાય તો વિકાસને વેગ મળે

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકા શાસકોના આંતરિક ઝગડા, વિકાસકામોને પડતી અસર, શાસક નગરસેવકો માં આંતરિક અસંતોષ સહિતના મુદ્દે જેમની સામે સતત નજર મંડાતી હતી અને કંઈક થશેની આશા રખાતી હતી. તે જિલ્લા ભાજપ સંગઠને આ મુદે પોતાના હાથ ખંખેરી લીધા નું ચિત્ર સામે આવી રહ્યું છે. ગાંધીધામ આવેલા જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે કંઈક કરશું  તેમ  જણાવીને આ મુદે પત્રકારો સાથે ચર્ચા કરવાન
નગરપાલિકાના આંતરિક અસંતોષ મુદે જિલ્લા ભાજપે પણ હાથ ખંખેર્યા  હવે શુ  નારાજગી દુર થાય તો વિકાસને વેગ મળે
Advertisement
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકા શાસકોના આંતરિક ઝગડા, વિકાસકામોને પડતી અસર, શાસક નગરસેવકો માં આંતરિક અસંતોષ સહિતના મુદ્દે જેમની સામે સતત નજર મંડાતી હતી અને કંઈક થશેની આશા રખાતી હતી. તે જિલ્લા ભાજપ સંગઠને આ મુદે પોતાના હાથ ખંખેરી લીધા નું ચિત્ર સામે આવી રહ્યું છે. ગાંધીધામ આવેલા જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે કંઈક કરશું  તેમ  જણાવીને આ મુદે પત્રકારો સાથે ચર્ચા કરવાનું માંડી વાળ્યું હતું. 
ભાજપના વિજેતા તમામ ધારાસભ્યોનું સન્માન સમારોહનું યોજાયો 
ગાંધીધામ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  જિલ્લાના ભાજપના વિજેતા તમામ ધારાસભ્યોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને ભૂજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિજેતા બનેલા કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.  સન્માન સમારોહના અંતે પત્રકારોએ  ભૂજના ધારાસભ્ય અને  જિલ્લા ભાજપના પ્રમુખ પાસે  ગાંધીધામ નગરપાલિકાના વિવિધ પ્રશ્નોના મુદેે સંગઠનની દ્રષ્ટિએ વિવિધ મુદાઓના જવાબની આશા રાખી હતી જોકે કેશુભાઈએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો 
વિવિધ સમસ્યના 18 જેટલા વિકાસ કામો પુરા કરી દેવાયા  
લાંબા સમયથી ભાજપની તરફેણમાં રહેતા ગાંધીધામવાસીઓએ ગત વિધાનસભઆમાં પણ ભાજપના ઉમેદવારને  જંગી લીડ સાથે જીત અપાવી છે. આ સ્થિતીમાં પણ જયાં સૌથી વધુ મદાર હોય છે.તે નગરપાલિકામાં માળખાંગત સુવિધાના  મુદે વિવિધ પ્રશ્નો છે. રસ્તાઓની સ્થિતી અતિ દયનિય છે. જેની સાથે લોકોની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે તે રામલીલા મેદાનને કચરાનુ સંગ્રહસ્થાન બનાવી દેવાયું છે.  ગટરની વિવિધ સમસ્યના 18 જેટલા વિકાસ કામો પુરા કરી દેવાયા છે. જેના બીલના ચુકવણાના મુદે  ભાજપના શાસકોમાં આંતરિક અસંતોષ છે. 


 નગરસેવકોએ નારાજગી વ્યકત કરવા જિલ્લા ભાજપના લેખિત પત્ર પણ લખ્યો
તાજેતરમાં આગામી સમયમાં થનારા આઠ કરોડના રસ્તાના કામોમાં  કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાના મુદે નારાજ નગરસેવકોએ મુખ્ય અધિકારી સમક્ષ મોરચો માંડીને રજુઆત કરી હતી  સફાઈના નામે પારાવાર સમસ્યા છે.  કરોડોના રૂપિયાના સફાઈ કોન્ટ્રાકટ અપાયા હોવા છતાં વિવિધ વિસ્તારોમાં સફાઈ માટે થતી રજુઆતો સમયે કામદારો નથી જેવા જવાબ અપાય  છે. નગરપાલિકાના ઉપપ્રમુખ વિવિધ સ્તરે ભષ્ટાચારના મુદે લેખિત ફરિયાદો કરી છે.  વિકરાળ બહુમતી ધરાવતા નગરસેવકો પૈકી 42 નગરસેવકોએ નારાજગી વ્યકત કરવા જિલ્લા ભાજપના લેખિત પત્ર પણ લખ્યો છે.   આ તમામ સ્થિતીમાં ભાજપના શાસનમાં આંતરિક નારાજગી સૌથી મોટો મુદો છે. જેને પગલે સંગઠનની દ્રષ્ટિએ જિલ્લા ભાજપ આ મુદે મધ્યસ્થી કરે તેવી સંભાવાના જોવાય છે.  જોકે ગાંધીધામ આવેલા ભાજપ પ્રમુખે આ મુદે હાલ કોઈ જ ચર્ચા ન કરવાનું પગલું લેતા હવે નગરપાલિકાના મુદે શુ થશે તેવા તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×