રાજ્યનું સૌથી મોટુ પક્ષી અભયારણ્ય બની શકે તેવી યોગ્યતા ધરાવે છે આ જિલ્લો, જોવા મળે છે પક્ષીઓની 292 જેટલી પ્રજાતિઓ
પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં અનેક પક્ષીઓના રહેઠાંણ આવેલા છે. એક અંદાજ મુજબ પોરબંદર જિલ્લામાં ર૯ર પક્ષીઓની જાતની નોંધણી થઈ છે. આ વિસ્તાર ૧૪ ગામોની સરહદમાં ર૧ જેટલા કે તેનાથી વધારે જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જો અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવે અહીં ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું ચોથા નàª
Advertisement
પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં અનેક પક્ષીઓના રહેઠાંણ આવેલા છે. એક અંદાજ મુજબ પોરબંદર જિલ્લામાં ર૯ર પક્ષીઓની જાતની નોંધણી થઈ છે. આ વિસ્તાર ૧૪ ગામોની સરહદમાં ર૧ જેટલા કે તેનાથી વધારે જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જો અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવે અહીં ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય બની શકે તેમ છે.
સમગ્ર ગુજરાતમાં અંદાજે ર૭પ૧ જળ પલ્લવિત વિસ્તારો
ગુજરાતમાં અંદાજે ર૭પ૧ જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જે અંદાજીત ર૮,૦૯૩ સ્ક્વેર કિલોમીટર એરીયા ધરાવે છે. જેમાં મોટા, વિશાળ કહી શકાય એવા પોરબંદર જિલ્લામાં ર૧ જેટલા કે તેનાથી વધારે જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જે કર્લી-ગોસાબારા વિસ્તારના નામે પ્રચલીત છે. કર્લી-ગોસાબારા પોરબંદરની ઉત્તર પૂર્વમાં આવેલો જળ પલ્લવિત વિસ્તાર છે. જે અંદાજીત ૧૪ ગામોની સરહદ સાથે સંકળાયેલો છે. આ વિસ્તાર અંદાજીત ર૦૦ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો છે. જેમાં મીંયાણી, જાવર, છાંયા, રતનપર, ઓડદર, વનાણા, રાંધાવાવ, ધરમપુર, ગોસા, મોકર, ચીકાસા, નવાગામ, પીપળીયા તથા અન્ય ગામો સાથે આ વિસ્તાર સંકળાયેલો છે. કર્લી-ગોસાબારા ઉનાળાની ઋતુ દરમિયાન નાના-મોટા જળ પલ્લવિત વિસ્તારોની શૃંખલા છે. જે ચોમાસા-શિયાળા દરમિયાન એક જ જળ પલ્લવિત વિસ્તારમાં પરિવર્તિત થાય છે. આ વિસ્તાર શિયાળાની ઋતુ દરમિયાન કાદવ, કીચડ અને જળચર વનસ્પતિઓથી ભરપૂર હોય છે. ભૂતકાળમાં કુદરતી જળ પલ્લવિત વિસ્તાર હતો, પરંતુ હાલ ત્યાં કર્લી જળાશય યોજના પ્રસ્થાપિત કરવામાં આવેલી છે.
ર૧ કે તેનાથી વધુ જળ પલ્લવિત વિસ્તારો
પોરબંદર જિલ્લામાં ર૧ જેટલા કે તેનાથી વધુ જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જેમની અંદર મીઠા પાણીનો વિસ્તાર, દરિયાઈ વિસ્તાર અને રેતાળ વિસ્તાર એમ ત્રણેય વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે પક્ષીઓને અનુકુળ એવા તમામ પ્રકારના ખોરાક અહીં પ્રાપ્ય છે. જેમાં જળચર પક્ષીઓ માટે વિપુલ પ્રમાણમાં માછલીઓ, કાદવ-કીચડને કારણે કમળ જેવી વનસ્પતિઓને લીધે વિપુલ પ્રમાણમાં કીટકો અને છાજ, છાલ વનસ્પતિઓ ઉપરાંત સમડી અને બાજ જેવા પક્ષીઓ માટે પણ ખોરાક સહેલાઈથી ઉપલબ્ધ છે.
પોરબંદર જિલ્લામાં પક્ષીઓની ર૯ર જેટલી વિવિધ જાતોની નોંધણી
પોરબંદર જિલ્લામાં અનેક સ્થળો એવા છે જે વિવિધ જાતીના પક્ષીઓનું રહેઠાણ છે... એક અંદાજ મુજબ અહીંના જળ પલ્લવિત વિસ્તારોમાં ર૯ર જાતના પક્ષીઓની નોંધણી થયેલી છે. જે ગુજરાતમાં અન્ય ક્યાંય જોવા મળતી નથી. ઉપરાંત ખાસ તો ૧ર૮ પ્રકારની જળચર પક્ષીઓની જાતો પણ અહીં નોંધાયેલી છે, જેની અંદર રાજહંસ, સારસ જેવા ખૂબ જ દુર્લભ પક્ષીઓ પણ અહીં જોવા મળે છે અને ખાસ શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં ફ્લેમગો પણ જોવા મળે છે
ર૦૦૮ માં પ્રકૃતિ-ધ યુથ સોસાયટીએ મુખ્યમંત્રી મોદીને કરી હતી રજુઆત
પોરબંદરની પક્ષીપ્રેમી પ્રકૃતિ-ધ યુથ સોસાયટી દ્વારા પોરબંદરને પક્ષીનગર તરીકે જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી. વિશ્વભરમાં પર્યાવરણ ક્ષેત્રે પોરબંદર પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જે અંગેની તમામ પ્રકારની સ્લાઈડ્સ પ્રેઝન્ટેશન સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બતાવવામાં આવી હતી. પ્રકૃતિ-ધ યુથ સોસાયટીના ડો. સિદ્ધાર્થ તથા ડોકટર નૂતનબેન ગોકાણીએ ર૦૦૮ માં મુખ્યમંત્રીને રજુઆત કરી પોરબંદરને પક્ષીનગર (પક્ષી અભ્યારણ્ય)તરીકે જાહેર કરવા માંગ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


